________________
૨૬૪
સામાયિક-વિજ્ઞાન એક કવિએ કહ્યું છે કે :न विना परिवादेन, हृष्टो भवति दुर्जनः । काकः सर्वरसान् पीत्वा, विनाऽमेध्यं न तुष्यति ।
બીજાની નિંદા કર્યા વિના દુર્જનને હર્ષ–આનંદ થતું નથી. કાગડો બધા રસ પીધા પછી અશુચિમય પદાર્થ તરફ જાય, ત્યારે જ તેને આનંદ થાય છે.”
તેમ જदह्यमानाः सुतीवेण, नीचाः परयशोऽग्निना । अशक्तास्तत्पदं गन्तुं, ततो निन्दां प्रचक्रिरे ॥
પયશ રૂપી તીવ્ર અગ્નિ વડે નિરંતર બળી રહેલા નીચ પુરુષે યશસ્વીના પગલે ચાલવાને અશક્ત હેવાથી તેમની નિંદા કરવા લાગી જાય છે.”
આ વિષયમાં કવિવર સમયસુંદરજી શું કહે છે ? તે સાંભળોઃ આપ સંભાળે સહુ કે આપણે રે,
નિંદાની મૂકે પડી ટેવ રે; થડે ઘણે અવગુણે સહુ ભર્યા રે,
કેહનાં નળિયાં ચુએ કેહનાં નેવરે. નિંદા કરે તે થાય નારકી રે;
તપ–જપ કીધું સહુ જાય રે; નિંદા કરો તો કરજો આપણું રે;
જેમ છૂટકબારે થાય રે.