________________
હેપને ત્ય
સુરંગીએ આ શાક સુભટ આગળ ધર્યું, એટલે તે બોલી ઊઠઃ “જઈ આ શાકની સોડમ ? તેમાંથી કેવી મધુર વાસ આવી રહી છે? અરે! તેને દેખાવ જ કહી આપે છે કે તે એક ઉત્તમ પ્રકારનું નાનાવિધ વ્યંજનેવાળું ઉત્તમ પ્રકારનું શાક છે. પછી તેણે ભજન કરવા માંડ્યું, તેમાં સુરંગીએ બનાવેલી વસ્તુઓ તે જુજજાજ ખાધી, પણ કુરંગીએ બનાવેલું શાક બધું જ ખાઈ ગયે અને બેલી ઊડે કે દુનિયામાં શાક બનાવનારાઓ ભલે બનાવે, પણ તેમાંનું કોઈ શાક કુરંગીએ બનાવેલા શાકની તોલે આવે નહિ
શ્રેષથી કુરંગીનું કેવું અધઃપતન થયું અને સુભટને કઈ સ્થિતિમાં લાવી મૂક્યો ? તે આ પરથી સમજી શકાશે.
શ્રેષને ધારણ કરનારે નિંદામાં સહેજે સરકી જાય છે અને અવર્ણનીય આનંદ માનતે થાય છે, પણ તે જાણ નથી કે આ તે અધઃપતન તરફની આગેકૂચ છે. સુજ્ઞ મનુષ્ય દરેક બાબતમાં લાભ અને નુકશાનને વિચાર કરે છે, તે આમાં પણ તેમણે લાભ અને નુકશાનને વિચાર કરે જોઇએ. અન્યની નિંદા કરવામાં કે અવર્ણવાદ બલવામાં લાભ તે કશું જ નથી, જ્યારે નુકશાન અનેક પ્રકારનું છે. પ્રથમ તો નિદા કરવાથી મન દૂષિત થાય છે, બીજું વાણી અપવિત્ર બને છે, ત્રીજું સમય બરબાદ થાય છે, ચોથું બીનજરૂરી દુશ્મનાવટ ઊભી થાય છે અને પાંચમું સમાજહિતનાં અનેક કાર્યો બગડે છે. તે પછી નિંદા કે અવર્ણવાદમાં પડવું શા માટે?