________________
સામાયિક-વિજ્ઞાન
બરકત થઈ છે, અથવા અમુક માણસે ઘણું ધન ખરચીને મેડી-માળવાળાં મનહર મકાન બનાવ્યાં છે, અથવા અમુક માણસ પાંચમાં પૂછાતે થયે છે, તે તરત તેની નજરમાં તે આવી જતા અને જ્યારે તે કેઈ ને કોઈ ઉપાયે તેને વાંક-ગુનામાં લાવીને દંડાવ ત્યારે જ તેના સંતપ્ત હૃદયને શાંતિ થતી.
લુબ્ધકની આ ટેવ સુધારવા માટે સગાંવહાલાં તથા ભાઈબંધ-દેતેએ ઘણી મહેનત કરી અને સાધુ-સંતોને બોલાવી તેમની પાસે ઉપદેશ કરાવ્યો, પરંતુ મચ્છીના દેહની દુર્ગધ ટળે, શ્વાનની પૂંછડી સીધી થાય કે કાજળ પિતાને કૃષ્ણ રંગ છોડી દે તે જ દુષ્ટ પિતાની દુષ્ટતા છોડે છે. એટલે તેમનું કંઈ પણ વળ્યું નહિ.
લુબ્ધક જીભને મીઠે હતું કે જેવા મીઠા લગભગ બધા દુષ્ટ હોય છે. તેથી જ કેઈ કવિએ કહ્યું છે કે
અહે! હૈયું દુર્જન તણું, દીસે રાતું બર, ઉપરથી રણિયામણું, ભીતર કઠિન કોર,
મીઠાબેલા માનવી સહુને ગમે છે. ખાસ કરીને શ્રીમંત તથા રાજાઓને તે વધારે ગમે છે. તેથી લુબ્ધકને દરજજો દિન-પ્રતિદિન વધતે ગયે અને એક દિવસ એ આવ્યો કે આખા રાજ્યમાં તેનું ચડી વાગ્યું. આ સગોમાં તેની મહેરબાન મેળવવા કે તેના બેફમાંથી બચવા માટે અનેક ધનવાન, આબરૂદાર તથા ગરજુએ તેને સલામ કરવા લાગ્યા અને એક યા બીજા બહાને ભેટ-સોગાદના રૂપમાં લાંચરૂશ્વત આપવા લાગ્યા.