________________
૨૬૧.
દ્વિષને ત્યજે કરાવશે. હવે તારે મારે ખપ નથી, તે હું સારી રીતે જાણું છું.'
કુરંગીના આવા અજબ વર્તનથી આશ્ચર્યચકિત થયેલ સુભટ આખરે સુરંગીના ઘરે ગયે, જ્યાં સુરંગીએ તેને અંતરના ઉમળકાથી સત્કાર કર્યો અને ઘણું ઘણું માન આપ્યું. પછી તેણે સુભટને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને જમવા બેસા.
એક સુંદર બાજોઠ ઉપર કાંસાને મોટો થાળ મૂકેલો છે અને તેમાં નાની–મોટી અનેક વાડકીઓ યથાસ્થાને ગોઠવેલી છે. એ થાળમાં સુરંગીએ મેસુર, દહીંથરા, સેવ, મમરી, તળેલા પાપડ અને ફરસાણ પરણ્યાં, પછી જુદી જુદી વાડકીમાં ભીંડા, તુરિયા, પરવળ અને કાકડીનાં શાક પીરસ્યાં તથા અનેક મસાલાથી સ્વાદિષ્ટ બનાવેલી તુવરની દાળ પણ પીરસી. ત્યારબાદ ચટણી, રાયતાં તથા અથાણાં મૂકયાં અને હાથમાં વીંઝણે લઈને પવન નાખવા લાગી, પરંતુ સુભટને હાથ જમવા માટે લાંબે થેયે નહિ.
સુરંગી વસ્તુસ્થિતિ પામી ગઈ, છતાં ધણીનું મન સ્પષ્ટપણે જાણવા માટે તેણે નમ્રતાથી પૂછ્યું : “હે સ્વામી! તમે ભજન કેમ કરતા નથી ?”
સુભટે કહ્યું : “જમવાની ખાસ ઊલટ થતી નથી.”
એ સાંભળી સુરંગીએ ફરી પૂછયું : “શું એમાં કાંઈ ખામી જણાય છે ?”
સુભટે કહ્યું : “હા, એમાં એક વસ્તુની ખામી છે.