________________
ને ત્યજો
૫૯ ગીને આભાર માન્ય અને કુરંગી મનમાં મલકાતી પિતાના ઘરે ગઈ
બીજા દિવસે સવારે સુરંગીએ વહેલા ઉઠીને ભાતભાતનાં ભેજન તૈયાર કર્યા અને પતિના આગમનની રાહ જેવા લાગી. આ બાજુ કુરંગીએ કંઈ પણ રસોઈ તૈયાર ન કરતાં જેમતેમ કરીને પેટપૂજા કરી લીધી અને સુભટના આવવાના સમયે ઘરનાં બારણું બંધ કરી દીધાં.
વાયદા મુજબ સુભટ આવી પહોંચ્યું, પરંતુ ઘરનાં બારણું બંધ જોઈને વિચારમાં પડ્યો. તેણે તે એવી આશા રાખી હતી કે “કુરંગી મારી રાહ જોઈને ઊભી હશે અને તે મને જોતાં જ ઓછી ઓછી થઈ જશે. પછી તે મધુર સ્મિતપૂર્વક ભાવભીનું સ્વાગત કરશે, અને અમે બંને જણા તારામૈત્રિક રચતાં ઘરમાં જઈશું. પરંતુ કેઈ કારણસર એમ બન્યું નહિ હોય, એમ માનીને તેણે મોટેથી કહ્યું હે પ્રિયે! બારણાં ઉઘાડ. હું સુભટ બહારગામથી આવી ગયે છું. છતાં ઘરમાંથી કાંઈ પણ ઉત્તર આ નહિ કે કુરંગીના આવવાનાં પગલાં સંભળાયાં નહિ, તેથી “રખેને કુરંગીને કેઈ કારણે માઠું લાગ્યું હોય એમ માની તેણે કહ્યું: “હે ચંદ્રાનને ! હે સુબ્ર! હું ઘણું દિવસે બહારગામથી આવ્યો છું અને તારું મનહર મુખડું જોવાને ઉત્સુક છું, માટે જલદી બહાર આવ. આ રીતે તું લઇજા રાખે, એ કઈ પણ રીતે એગ્ય નથી.”