________________
૨૧૭
સમભાવ અંગે કેટલુંક હત્યા ? અને તે પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી તથા બાળકની ? હા! હા! મારા જે નિર્દય અને ઘોર પાપી બીજે કેણું હશે? ખરેખર ! મેં ઘણું બેટું કર્યું છે! મારી દુર્જનતાએ માઝા મૂકી છે!”
આવા વિચારો કરતે દઢપ્રહારી પોતાના સાથીઓ સાથે કુશસ્થલ છોડી ગયે, પરંતુ પેલું ભયાનક દશ્ય તેની નજર આગળથી ક્ષણ વાર પણ દૂર થયું નહિ. તે પિતાના દુષ્ટ કૃત્યની વારંવાર નિંદા કરવા લાગ્યા. એમ કરતાં તેનું હૃદય પીગળી ગયું અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.
આગળ ચાલતાં વનપ્રદેશ શરૂ થયું. ત્યાં એક મુનિ તેના જોવામાં આવ્યા, એટલે તે એમનાં ચરણો પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રેવા લાગ્યું. મુનિએ કહ્યું: “મહાનુભાવ! શાંત થા. આટલે શેક–સંતાપ શાને કરે છે?” દઢપ્રહારીએ કહ્યું “પ્રભો ! હું મહાપાપી છું, અધમ છું, નીચ છું, આજે નજીવા કારણસર મેં બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળકની હત્યા કરી છે. હવે મારું શું થશે ? પ્રભો મને બચાવો.” | મુનિએ કહ્યું: “મહાનુભાવ! પાપને અંતરથી પશ્ચાત્તાપ થે, એ પવિત્રતાને પ્રારંભ છે અને તેને ફરી નહિ કરવાના સંકલ્પથી એ પવિત્રતા પૂર્ણ થાય છે, માટે ફરી પાપ ન કરવાને દઢ સંકલ્પ કર. વળી પતિતપાવન પૂર્ણ પુરુષ શ્રીજિનેશ્વરદેવેએ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતવાળું ઉત્તમ પ્રકારનું શીલ