________________
૨૪૦
સામાયિક-વિજ્ઞાન
વગાડવા માંડે છે કે તે પાતાનુ ઘર છેડીને બહાર નીકળે છે અને ફેણ માંડીને ડોલવા લાગે છે. આ વખતે ખીજા મદારીએ તેને પકડી લે છે, અને તેના ઝેરી દાંત કાઢી નાખે છે. પછી તેમને કરડિયામાં પૂરી કાયમના પરાધીન બનાવી દે છે. શબ્દ-લાલસાની આ ખતરનાકતાના ખ્યાલ સુજ્ઞજનોએ અવશ્ય રાખવાના છે.
ઇન્દ્રિયા વડે ભાગવાતું વિષયસુખ એ સાચું સુખ નથી, માત્ર સુખનો આભાસ છે, છતાં મનુષ્યે તેની પાછળ પડી પેાતાનું સમસ્ત જીવન બરબાદ કરે છે અને મહામે ઘે માનવભવ હારી જાય છે, એ કેટલુ ખેદજનક છે? તે અ ંગે ભગવાન મહાવીરની વાણી સાંભળે. તે ઉત્તરાધ્યયન–સૂત્રમાંથી અહી અપાય છે:
जे के सरीरे सत्ता, वण्णे रूवे य सव्वसो । माणसा काय - वकेणं सव्वे ते दुक्खसंभवा ॥
· જે કોઇ મનુષ્યેા શરીરમાં આસક્ત છે અને મનથી, કાયાથી તથા વચનથી રૂપ અને રંગમાં પૂરેપૂરા મેહેલા છે. તે સવ દુઃખને ઉત્પન્ન કરનારા છે. ’
उवलेवो होइ भोगे, अभोगी नोवलिप्पई । भोगी भई संसारे, अभोगी विष्पमुच्चई ||
• ભાગમાં પડેલા મનુષ્ય કમ થી લેપાય છે, અભાગી કમથી લેપાતા નથી. ભેગી સંસારમાં પરિભ્રમણ કરે છે. અભાગી સંસારથી મુક્ત થાય છે. '