________________
રાગને છેડા
૨૪૫
જોઇ રતનિયાને ભારે આશ્ચય થયું: ' એક સાદી-સીધી વાતના ઉત્તર કેમ કોઈ આપતુ નથી !' અને તેણે બધાને એ જ પ્રશ્ન ફરી પૂછ્યો, છતાં તેને કઇ ઉત્તર મળ્યા નહિ. ત્યારે રતનિયાએ એ પ્રશ્ન ત્રીજીવાર પૂછ્યા અને જણાવ્યુ કે ‘ મારા પ્રશ્નને જેવા હાય તેવા ઉત્તર આપે. તે લીધા વિના હું રહેવાનો નથી. ” તે વખતે ખધાની વતી પિતાએ કહ્યું : તું જે કંઈ પાપ કરે છે, તે બધું તારું જ છે. અમે તે માત્ર તારા લાવેલા દ્રવ્યના ભેાક્તા છીએ. ’
"
આ ઉત્તર સાંભળતાં જ રતનિયાની આંખે અંધારાં આવી ગયાં : શું આ બધાં પાપનું ફૂલ મારે એકલાને જ ભોગવવાનુ' છે? તેમાં કોઈના પણ ભાગ નહિ ? ખરેખર! આજ સુધી હું અધારામાં જ આથડયા છું, પરંતુ સારું થયું કે આજે આ મહિના ભેટો થયેા અને તેણે મારી આંખેા ખાલી નાખી.
તર્નિયા ઘરેથી પાછા ફર્યાં અને સીધા મહિનાં ચરણે પડયા. તેણે કહ્યું : ‘ દયાળુ ! તમારું કહેવું સાચું પડયું, પરંતુ મારું હવે શું થશે ? હું મહાપાપી છું... ! ઘેર અપરાધી છું ! મારા હાથ પકડો ! મારો ઉદ્ધાર કરી ! આપના વિના અન્ય કોઈનુ મને શરણુ નથી. ’
અને મહિષ એ રનિયાને જીવન વિષે સાચી સમજ આપી તથા તપ–જપનુ મહત્ત્વ સમજાવ્યું, તે પ્રમાણે રતનિયાએ ત–જપને આશ્રય લેતાં તે મહાન ઋષિ મની ગયા અને આત્મકલ્યાણ સાધી શકયે.