________________
[ ૧૪ ] દ્વેષને ત્યજે
6
સમભાવસિદ્ધિનું બીજું સૂત્ર છે: દ્વેષને ત્યજો’ પરંતુ દ્વેષને પૂરેપૂરા એળખ્યા સિવાય તેને ત્યજી શકાતા નથી, તેથી પ્રથમ તેની ઓળખાણ આપીશું અને સાથે સાથે તેને ત્યજવાનાં કારણેા પણ જણાવીશુ.
રાગ આપણા અંતરમાં લપાઇને બેઠો છે, તેમ દ્વેષ પણ આપણા અંતરમાં લપાઈ ને બેઠો છે. તે નિમિત્ત મળતાં જુદા જુદા સ્વરૂપે પ્રકટ થાય છે. કોઈ વાર તે અપ્રીતિ કે અણગમાનું સ્વરૂપ ધારણ કરે છે, તેા કોઈ વાર નિંદા કે અવર્ણવાદનું સ્વરૂપ ધારણ કરે છે. કોઈ વાર તે ઇર્ષ્યા કે અદેખાઈનું સ્વરૂપ ધારણ કરે છે, તો કોઈ વાર ધિક્કાર કે તિરસ્કારનું સ્વરૂપ પણ ધારણ કરે છે. દ્વેષનાં આ બધાંયે સ્વરૂપે આધ્યાત્મિક વિકાસમાં અંતરાયરૂપ હાઈ ત્યજવા ચેાગ્ય છે.
ગમા-અણગમા સામાન્ય પ્રકારના હાય, ત્યારે આપણા જીવન પર તેની ઝાઝી અસર પડતી નથી, પણ તે તીવ્ર