________________
૨૪૮
સામાયિક-વિજ્ઞાન તેમાંથી સારા અશે ગ્રહણ કરી તેમાં શ્રદ્ધાન્વિત થવાનું બળ પેદા થાય છે. દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા પૂર્વક અરિહંતને સુદેવ માનવા, નિગ્રંથ મુનિઓને સુગુરુ માનવા અને સર્વજ્ઞપ્રણિત ધર્મને સુધર્મ માન, એ સમ્યકત્વનું વ્યાવહારિક લક્ષણ છે.
પ્રશ્ન-ઈન્દ્રિયે વડે ભેગ ભેગવાતે હેય, છતાં તેમાં આસક્તિ ન હોય, એમ બને ખરું ?
ઉત્તર-હા, બની શકે. આસક્તિ વિના ઈન્દ્રિય વડે ભેગ ભેગવી શકાય છે. ત્યાગી મહાત્માઓની સ્થિતિ આ જ પ્રકારની હોય છે. તે અંગે એક વાત સાંભળો.
એક નદીના કિનારે નાનકડું ગામ વસેલું હતું. તેના કિનારે એક વણિક પિતાની પત્ની સાથે રહેતા હતા. બંનેના દિવસે સુખમાં પસાર થતા હતા.
એક વાર વણિકના ઘરના સામા કિનારે એક ગી આવી ચ. બરાબર જમવાના સમયે વણિકની નજર તેની સામે પડી અને તેને જમાડવાની ભાવના થઈ આવી, એટલે પત્નીને હુકમ કર્યો કે “આ તમામ રસેઈયેગીને આપી આવ.” પત્ની પતિપરાયણ હતી, એટલે તેણે બીજી કંઈ પૂછપરછ
ર્યા વિના એક થાળમાં બધી રસોઈ ગઠવી લીધી અને તે ચાલવા લાગી, ત્યારે પતિએ કહ્યું : “નદીમાં પાણી ઘણું છે. તું એમાં ચાલીને જઈ શકીશ નહિ. માટે નદીના કિનારે ઊભી રહીને એવી પ્રાર્થના કરજે કે “હે લેકમાતા ! જે મારા પતિએ જન્મથી આ ક્ષણ સુધી કેઈની પણ યાચના