________________
ર૪ર
સામાયિક-વિજ્ઞાન આભરણે ભારરૂપ છે. સર્વ પ્રકારની કામવાસના આખરે તે દુઃખને જ લાવનારી છે. “
રાગનું ત્રીજું સ્વરૂપ “ નેહરાગ” તરીકે ઓળખાય છે, નેહરાગ એટલે કુટુંબીજનો કે મિત્રાદિ પ્રત્યેનું મોહમમત્વ. તે પણ આપણી વિવેકબુદ્ધિને કુંઠિત કરે છે, પક્ષપાત તરફ દોરી જાય છે અને અનેકવિધ પાપકર્મો કરવાની પ્રેરણું
ભાઈઓએ બીજા પ્રત્યે ખુલ્લે અન્યાય કર્યો હોય છતાં પક્ષ કે લેવાય છે? પત્ની પાડોશણ સાથે ખોટે ઝઘડો કરી આવી હોય છતાં વાંક કેને કઢાય છે? પુત્રે ખરેખર બીજાનું અડપલું કર્યું હોય, છતાં કહેવા આવે ત્યારે કે ઉત્તર અપાય છે ?
એક હબસણને જુદાં જુદાં અનેક બાળકો બનાવીને પૂછવામાં આવ્યું કે બાઈ ! આ બધા બાળકોમાં તને કયું બાળક વધારે સુંદર લાગે છે ?” ત્યારે હબસણે બધાં બાળકેને જઈને કહ્યું: “મને તે હબસીનું બાળક સહુથી વધારે સુંદર લાગે છે.” ફૂલના ગેટા જેવાં અનેક બાળકો હાજર હોવા છતાં હબસણે આ જવાબ કેમ આપે ? એનું કારણ શેધવા માટે આપણે દૂર જવું પડે એમ નથી. નેહરાગથી અંધ થયેલી દષ્ટિ વિવેકને ભૂલી જાય છે અને વિવેક ભૂલતાં આવું પરિણામ આવે છે.
જે કાર્ય માટે આપણે બીજાની વારંવાર નિંદા કરી હોય છે, બીજાની વારંવાર ઘણા કરી હોય છે, તે જ કાર્ય જે