________________
૨૩૮
સામાયિક-વિજ્ઞાન રૂપ-રંગની લાલસા પણ મનુષ્યના જીવનમાં અસંતોષની આગ પ્રકટાવે છે, તેની પાસે ન કરાવવાનાં કામ કરાવે છે અને આખરે તેને બરબાદ કરે છે.
જેને રૂપ-રંગની લાલસા નથી, તે સાદા–અલંકારથી પણ આનંદ પામે છે, જ્યારે રૂપ-રંગની લાલસા છે તેની પળેજણમાંથી ઊંચા આવતા નથી. અનેક પ્રકારનાં વસ્ત્રો અને અલંકાર હોવા છતાં નવાં નવાં વસ્ત્રો અને અલંકારોની ઈચ્છા રહ્યા કરે છે અને તે માટે ગમે તેટલે ખર્ચ કરવા ત૮ પર બને છે. જે પાસે પૈસા ન હોય તે બીજાના ઉછીના લે છે અને તે શક્ય ન હોય તે અનીતિના રસ્તાઓ અજમાવે છે કે જેનાં આખરે બૂરા પરિણામ આવે છે. તેઓ પિતાના શરીરને રૂપાળું રાખવા અનેક પ્રકારના ઉપ જે છે અને તેની ખટપટમાં સમય, શ્રમ તથા નાણાને કેટલે વ્યય થયે, તેની દરકાર કરતા નથી.
રૂપ-રંગની લાલસાવાળા કેઈ સ્ત્રીના રૂપની પાછળ ઘેલા થાય છે, ત્યારે તેમની દુર્દશાને પાર રહેતું નથી.
એક ઝવેરી એક મુસલમાન સ્ત્રીના રૂપ પાછળ ઘેલો થયે, ખાસ કરીને તેના કાળા ભમ્મર લાંબા કેશ પરમેહી પડ્યો, એટલે તેની પાછળ લખલૂટ ખર્ચ કરવા લાગે. એમ કરતાં બધી મૂડી ખલાસ થઈ ઝવેરાતને ધધે ગયા અને કુટુંબમાંથી પણ છૂટા પડવાને વખત આવ્યે. એક વખત જેને પડ્યો બોલ ઝીલાતે, તેને કઈ ભાવ પૂછનાર પણ ન રહ્યું!