________________
૨૩૬
સામાયિક–વિજ્ઞાન
મત્સ્યનું ઉદાહરણ અપાયુ' છે, તે આપણે જાણી લઇએ. મત્સ્ય પકડનારા મનુષ્યેા એક લાકડીના છેડે લાંખી દોરી આંધી તેને છેડે લેાઢાના એક વાંકડિયા કાંટા બાંધે છે, જેને ગલ કે ડીશ કહેવામાં આવે છે. આ ગલ પર તેઓ માંસના ટુકડો બાંધે છે અને પછી તેને પાણીમાં નાખે છે. હવે મત્સ્ય સ્વાદના લાલચુ છે, એટલે માંસની ગંધ આવતાં જ તેના તરફ ધસે છે અને તેના પર માઢું નાખતાં જ તેના ગળામાં પેલા ગલ ભરાઈ જાય છે, એટલે મચ્છીમાર તેને બહાર કાઢે છે અને ટોપલામાં નાખે છે, જ્યાં તે તરફડીને મરણ પામે છે. સ્વાદની આસક્તિ આપણા આવા હાલ ન કરે તે જોવાનુ છે.
ગંધની આસક્તિ પણ ખૂરી જ છે. જો તેની આસક્તિ ઉત્પન્ન થઈ તે અમુક પ્રકારના સેન્ટો કે અન્તરો વિના ચાલે જ નહિ. વસ્ત્રો તથા પથારીમાં પણ અમુક પ્રકારની સુગંધીએ છાંટવી જ જોઇએ. તે ન છ ંટાય તે ચેન પડે જ નહિ. એરડામાં પણ અમુક પ્રકારનાં સુગંધી પુષ્પો જોઇએ, અને તેને અમુક રીતે જ ગોઠવવા જોઇએ. સુગંધની આવી આસક્તિવાળા મનુષ્યેા બીજા માણસાની પાસે બેસે તે નાકનું ટીચકું ચડાવ્યા કરે, કારણ કે તેને તેમની દુર્ગંધ આવે છે!
:
ગધની આસક્તિ અ ંગે પ્રાચીન શાસ્ત્રોમાં ભ્રમરનુ ઉદાહરણ અપાયું છે, તે આ પ્રમાણે ભ્રમર સુગધના લાલચુ છે, એટલે કમલ પર બેસે છે. તે ‘હમણાં ઊડું, હમણાં ઊડું” એવેા વિચાર કરે છે, પણ સુગધમાં આસક્ત