________________
રાગને છેડે
૨૩૭ • હેવાથી ત્યાંથી ઊડી શકતું નથી. એવામાં સાયંકાલ થાય છે અને કમલ બીડાઈ જતાં અંદર પૂરાઈ જાય છે. જે તે ધારે તે કઠિન કાષ્ઠને પણ કરી નાખે છે, તે કમલની પાંખડીઓન કરવી એમાં શું ! પણ તેની વિચારસૃષ્ટિ જુદી હોય છે.
रात्रिर्गमिष्यति भवष्यिति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः ।
“રાત્રિ હમણાં ચાલી જશે અને સુંદર મજાનું પ્રભાત થશે, એટલે સૂર્ય ઉદય પામશે અને પાછી આ કમલની પાંખડીઓ ખીલી ઊઠશે, એટલે હું તેમાંથી બહાર નીકળી જઈશ. તાત્પર્ય કે હમણાં હું કમલમાં પૂરાયો, તે ભલે પૂર, એની સુગંધની મજા માણવા મળશે. પરંતુ –
इत्थं विचारयति कोशगते द्विरेफे, हा मूलतः कमलिनी गज उज्जहार ।।
તે આવા વિચાર કરે છે, ત્યાં તો હાથીઓ સરેવરમાં જલક્રીડા કરવા આવે છે અને કમલના વેલાને મૂળથી ઉખાડી નાખે છે, એટલે તે હાથીઓના પગના ઝપાટામાં આવી મરણ પામે છે અથવા તે હાથીઓ એ કમલને મુખમાં પધરાવી દે છે, એટલે તે પિટમાં પેસીને મરણ પામે છે.
ગંધની આસક્તિનું આ પરિણામ ખતરાની ખાણ તરફ ખેંચી જાય છે અને તેના બૂરા હાલ કરે છે.