________________
[ ૧૭ ] રાગને છોડે
સામાયિકની સિદ્ધિ એટલે સમભાવની સિદ્ધિ. તેનું પ્રથમ સૂત્ર છે : “ રાગ છેડો” પણ રાગને પૂરેપૂરે ઓળખ્યા વિના તેની પકડમાંથી છૂટાતું નથી, એટલે પ્રથમ તેની ઓળખાણ આપીશું અને સાથે સાથે તેને છોડવાનાં કારણે પણ જણાવીશું.
આપણું અંતરમાં છૂપાઈને રહેલ રાગ ત્રણ સ્વરૂપે વ્યક્ત થાય છે : એક તે દષ્ટિરાગ તરીકે, બીજે કામરાગ તરીકે અને ત્રીજે નેહરાગ તરીકે, જ્યારે તે દષ્ટિરાગ તરીકે વ્યક્ત થાય છે, ત્યારે એક જાતની અંધશ્રદ્ધા ઉત્પન્ન કરી દે છે, જેથી વિવેક હણાય છે, કદાગ્રહ ઉત્પના થાય છે અને તત્વમાર્ગ દૂર રહે છે. એક નાનકડા દૃષ્ટાંતથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.
ગુરુએ કહ્યું : “એક રણમાં સાત હાથી ભેગા થયા અને તે ચાલવા લાગ્યા.”
દષ્ટિરાગવાળાઓએ કહ્યું : “જી હા.”