________________
રાગને છેડે
૨૨૯
જયાં દષ્ટિરાગ હોય, ત્યાં પક્ષે પડે છે; વાડાઓ અંધાય છે અને બીજાને ઉતારી પાડી પિતે જ સાચા હોય, એ રીતે વર્તવામાં આવે છે. પરિણામે કજિયા-કંકાસ થાય છે, કોર્ટ-કચેરીને આશ્રય લેવાય છે, પૈસાનું પાણી થાય છે અને ફજેતીને ફાળકે ગળામાં આવે છે. એટલે દષ્ટિરાગ કઈ રીતે ઈષ્ટ નથી. જેને તત્ત્વ જોઈતું હોય અને તેના આધારે કરવું હોય તેણે દૃષ્ટિરાગ છેડે જ જોઈએ.
તે અંગે ચગસારમાં કહેવાયું છે કેदृष्टिरागो महामोहो, दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो, दृष्टिरागो महाज्वरः ॥
દષ્ટિરાગ એક પ્રકારને મહામહ છે, દૃષ્ટિરાગ એ સંસારનું કારણ છે; દૃષ્ટિરાગ મહાન ઘાત કરનારે છે અને દષ્ટિરાગ એક પ્રકારનો વિષમ જ્વર છે.”
अहो विचित्रं मोहान्ध्यं तदधरिह यञ्जनैः । दोषा असन्तो वीक्ष्यन्ते परे सन्तोऽपि आत्मनि ।
“ખરેખર ! દૃષ્ટિ રાગરૂપ મેહાન્વકાર એ વિચિત્ર છે કે તેથી અંધ થયેલા જ બીજાના અછતા દેને જુએ છે અને પિતાના છતા દોષને પણ જોઈ શકતા નથી.”
मदीयं दर्शनं मुख्य पाखण्डान्यपराणि तु । मदीयं आगमः सारः परकीयास्त्वसारकाः॥