________________
૨૩૨
સામાયિક-વિજ્ઞાન મુખ્ય સાધન ચક્ષુ એટલે આંખે છે. આ આંખ વડે પાંચ પ્રકારના રંગે પારખી શકાય છેઃ (૧) ધોળ, (૨) કાળ, (૩) વાદળી, (૪) પીળે અને (૫) રાતે. અને શ્રોતેન્દ્રિય પડે શબ્દ જાણી શકાય છે. તેનું મુખ્ય સાધન કાન છે. આ કાન વડે ત્રણ પ્રકારના શબ્દો પારખી શકાય છે. (૧) સચિત્ત શબ્દ-જીવંત પ્રાણીને. (૨) અચિત્ત શબ્દ–જડ વસ્તુનો અને (૩) મિશ્ર શબ્દ-જીવંત તથા જડને મિશ્ર થયેલ. આ રીતે ૮ + ૫ - ૨ ૫ - ૩ મળી કુલ વિષયે ત્રેવીશ ગણાષ છે. - પાંચ ઈન્દ્રિયે જ્ઞાનપ્રાપ્તિનું મુખ્ય સાધન છે, એટલે તેના વડે વિષયોને જાણીએ તેમાં કંઈ ખોટું નથી, પરંતુ તેમાં રાગદ્વેષ કરે કે સુખ–દુઃખની કલ્પના કરવી, એ વિષયાસક્તિ હાઈ હેય એટલે છોડવા ગ્ય છે. આ જગતમાં મનુષ્ય જે વિવિધ પ્રકારનાં દુઃખ ભોગવે છે, તે મુખ્યત્વે વિષયાસક્તિને આભારી છે. થોડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.
જે મનુષ્યની દૃષ્ટિ ઈન્દ્રિયસુખ ભણી નહિ, પણ આત્મસુખ ભણી હોય છે, તેના જીવનની જરૂરીઆતે ઓછી હોય છે, તે એને સહેલાઈથી મળી જાય છે અને તેમાં તે આનંદ માણે છે, જ્યારે ઈન્દ્રિયસુખ ભણી દ્રષ્ટિ રાખનારની જીવનની જરૂરીઆતો દિનપ્રતિદિન વધતી જાય છે, તે મેળવવા માટે ઘણો પરિશ્રમ કરે પડે છે અથવા તે ઘણાં કાળાં–ધળાં કરવા પડે છે અને તે મળવા છતાં ય તેમાં જોઈએ તે આનંદ આવતો નથી.