________________
૨૩૩
રાગને છેડે
જે મનુષ્યને સ્પર્શ સુખની આસક્તિ નથી, તે ચટાઈ કે સાદડી પર સુખેથી સૂઈ શકે છે, સામાન્ય ગોદડાં કે એશીકાથી આનંદ પામે છે અને ઓઢવા માટે સૂતરાઉ કે ઊનનું સામાન્ય કપડું હોય તે પણ ચલાવી લે છે, જ્યારે પર્શ સુખની આસક્તિવાળાને ચટાઈ કે સાદડી ચાલતી નથી, સામાન્ય ગોદડાં કે ઓશીકાથી સંતોષ થતું નથી, અને ઓઢવા માટે અમુક પ્રકારની શાલે કે રજાઈ હાય તે જ આનંદ આવે છે. જે કે આ આનંદ ક્ષણિક હોય છે, છતાં તેને માટે તેને જીવ તલપતે હેાય છે.
જે મનુષ્યને સ્પર્શ સુખની આસક્તિ નથી, તે શિયાળામાં પણ ઠંડા પાણીથી નાહી શકે છે, અથવા સહેજ ગરમ પાણીથી પણ ચલાવી લે છે, જ્યારે સ્પર્શ સુખની આસક્તિવાળો શિયાળામાં અમુક હદે ગરમ થયેલા પાણીની અપેક્ષા રાખે છે અને તેમાં જરાયે ઊણપ હોય તે નાકનું ટીચકું ચડાવે છે કે ઝઘડે કરી બેસે છે.
જે મનુષ્યને સ્પર્શ સુખની આસક્તિ નથી, તે ઊનાળામાં તાપ સહન કરી લે છે અથવા સામાન્ય પંખાથી કામ ચલાવી લે છે, જ્યારે સ્પર્શ સુખની આસક્તિવાળે જરા પણ તાપ સહન કરી શકતું નથી. જે તાપ સહન કરવાને પ્રસંગ આવ્યો તે બૂમાબૂમ કરે છે. તેને વીજળીના અમુક પંખા જોઈએ અને તે અમુક પ્રકારના જ જોઈએ અથવા તે એરકન્ડીશન્ડ રૂમ” વિના ચાલે જ નહિ.
જે મનુષ્યને સ્પર્શ સુખની આસક્તિ નથી, તે મર્યાદિત