________________
યુગને છેડા
૨૩
રાગ ’ની સત્તા અપાયેલી છે. અહી કામ શબ્દ ઇન્દ્રિયસુખનું સૂચન કરનારા છે, એટલે કે આ પ્રકારના રાગથી મનુષ્યની ઇન્દ્રિયસુખની આસક્તિ વધે છે, તેમાં જ તે આનંદ પામે છે અને તેની તૃપ્તિ માટે અનેક પ્રકારનાં પાપકર્મામાં પ્રવૃત્ત થાય છે. આ પરથી તેના રમખાણુની ભયં કરતા સમજી શકાશે.
ઇન્દ્રિયા પાંચ છે અને તેના વિષયા ત્રેવીશ (૨૩) છે, તે આપણે જાણી લઈ એ, કારણ કે વિષય શબ્દ અનેકવાર આવવાનો છે. તેમાં સ્પર્શીનેન્દ્રિય વડે સ્પર્શ જાણી શકાય છે. તેનું મુખ્ય સાધન ત્વચા એટલે ચામડી છે. આ ચામડી વડે આઠ જાતના સ્પર્ધા પારખી શકાય છેઃ (૧) હળવા, (૨) ભારે, (૩) કમળ, (૪) ખરબચડા, (૫) ડ ડ, (૬) ગરમ, (૫) ચીકણા અને (૮) લૂખા, રસનેન્દ્રિય વડે રસ એટલે સ્વાદ જાણી શકાય છે. તેનું મુખ્ય સાધન રસના એટલે જીભ છે. આ જીભ વડે પાંચ પ્રકારના સ્વાદે પારખી શકાય છેઃ (૧) મીના, (૨) ખાટા, (૩) ખારી, (૪) કડવા અને (૫) તીખા. કેટલાક તેમાં તૂરા રસને ઉમેરીને ષડ્રેસ છ પ્રકારના રસા માને છે, પણ તૂરા રસ એ મીઠા અને ખા। રસનું મિશ્રણ છે, તેથી જૈન શાસ્ત્રાએ પાંચ પ્રકારના રસો-સ્વાદો માનેલા છે. ઘ્રાણેન્દ્રિય વડે ઘ્રાણુ એટલે વાસ જાણી શકાય છે. તેનું મુખ્ય સાધન નાક છે. આ નાક વડે બે જાતની વાસ પારખી શકાય છેઃ (૧) સુગંધ અને (૨) દુગંધ. ચક્ષુરિન્દ્રિય વડે રૂપ-રંગ જાણી શકાય છે. તેનું