________________
૨૨૬
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-કઈ દેવ આપણને સંસારસાગરમાં તરવાને સાચે માર્ગ બતાવે છે તે એની કૃપા છે, તેને લીધે આપણે સંસારસાગર તરી શકીએ છીએ, પરંતુ તેઓ જ મોક્ષના દરવાજા ઉઘાડી આપણને અંદર દાખલ કરી દે એ શક્ય નથી. તેમણે દર્શાવેલા માર્ગે તે આપણે જાતે જ ચાલવું પડે છે અને તે જ આપણે સંસારસાગર તરી મેક્ષમાં પહોંચી શકીએ છીએ.
પ્રશ્ન-કેઇ દેવને ન માનીએ તે ?
ઉત્તર-તે આપણા સંસાર-પરિભ્રમણને પાર આવે નહિ. આદર્શ દેવને આલંબન તરીકે સ્વીકાર કરવાથી આપણા વિકાસને માર્ગ સરલ બને છે અને તેમાં યોગ્ય માર્ગદર્શન પણ મળતું રહે છે. જે કોઈ પણ દેવને માનતા નથી, તે વાસ્તવમાં નાસ્તિક છે. તેનો ભવનિસ્તાર થતો નથી.
પ્રશ્નએક સ ચ સિદ્ધાંતની રથાપના કરવા માટે વાદ કરે જરૂરી છે કે નહિ ?
ઉત્તર-સત્ય સિદ્ધાંતની સ્થાપના માત્ર વાદથી જ થઈ શકે એવું નથી. છતાં એમ લાગે કે અહીં વાદ કરવાથી જરૂર સારું પરિણામ આવશે – સત્યને સ્વીકાર થશે, તે વાદ કરવામાં હરકત નથી. પરંતુ વાદ મતાગ્રહનું રૂપ પકડે અને દલીલના સ્થાને ડંડા ઊછળવાની સંભાવના લાગે તો એ વાદ છોડી દેવે હિતકર છે. આપણે ત્યાં ઘણા વાદો એકબીજાને નજીક લાવવાને બદલે દૂર લઈ ગયા છે, તેથી આટલું સૂચન છે.