________________
૨૨૪
સામાયિક-વિજ્ઞાન. પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે, એટલે તેની કેઈ અસર મન પર થવા દેવી નહિ, એ ડહાપણ ભરેલી નીતિ છે.
અનુકૂલ, મનેણ કે ઈષ્ટ વિષય મળે તો તેમાં લુબ્ધ થવું નહિ અને પ્રતિકૂલ, અમને કે અનિષ્ટ વિષય મળે તો તેથી ખિન્ન થવું નહિ, એ સમભાવને સાર છે.
આટલા વિવેચન પરથી સમભાવનું સ્વરૂપ સમજાયું હશે. સમભાવ તે કેળવ્યા કેળવાય છે, તેથી જ આપણા મહાપુરુષોએ કહ્યું છે કે “સમભાવ કેળવતા રહે. જે સમભાવ કેળવતા રહેશે. તે સામાયિકની સિદ્ધિ કરી અનિર્વચનીય સુખના અધિકારી બની શકશે.”
પ્રશ્નોત્તરી પ્રશ્ન–અષ્ટાંગયેગને સાર સમભાવ કેવી રીતે ?
ઉત્તર–અષ્ટાંગયેગનું છેવટનું ધ્યેય સમાધિ એટલે ચિત્તની સમાહિત અવસ્થા છે, જે ચિત્તશુદ્ધિ કે સમભાવનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, તેથી અષ્ટાંગયેગને સાર સમભાવ માનવામાં આવ્યો છે.
પ્રશ્ન-જૈન ધર્મ અષ્ટાંગયોગને માને છે શું ?
ઉત્તર-જૈન ધર્મની પ્રાચીન પ્રણાલિકા તે પંચાગગની છે, પણ અષ્ટાંગયેગનું સ્વરૂપ વિશેષ પ્રચલિત થતાં જૈનાચાર્યોએ તેને અપનાવી લીધું છે. શ્રીહરિભદ્રસૂરિએ યેગની આઠ દષ્ટિમાં ઉક્ત એગનાં આઠેય અંગેને ઘટાવ્યા