________________
૨૨૨
સામાયિક-વિજ્ઞાન ત્યારે શિષ્ય ઓશીકું ઊંચું કર્યું તે રૂપાની પાવલી નજરે પડી. આ જોઈ શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું : “જા, આને ગંગાનદીમાં ફેંકી આવ. હવે પછી આવી કેઈ અપવિત્ર વસ્તુ અહીં આવી ન જાય, તેની કાળજી રાખજે.”
- શિષ્ય એને ગંગાનદીમાં ફેંકી આવ્યું, ત્યારે તેમને શાંતિ થઈ.
આ દશ્ય નજરે જોનારા પિલા મિત્રોને ખાતરી થઈ કે શ્રી રામકૃષ્ણ પરમહંસ ધનની બાબતમાં ખરેખર નિઃસ્પૃહ બનેલા છે.
જીવન લાંબું ચાલે તે હર્ષ ન થાય અને મરણ સમીપ આવે તો શક ન થાય, એવી સ્થિતિને સમભાવ કહે છે. જૈન દષ્ટિએ તે આયુષ્યને જેટલે બંધ હોય, તેટલું જીવાય છે, તેમાં હર્ષ શ? અને આયુષ્યનો બંધ તૂટે, એટલે એક ચા બીજા નિમિત્તે મૃત્યુને ભેટો થાય છે, તેમાં શોક છે ? સમભાવની સિદ્ધિ ઇચ્છનારે આવી સમજ કેળવવી જોઈએ.
શાસ્ત્રોમાં સમાધિમરણની પ્રશંસા કરેલી છે, પણ -- સમાધિમરણ તેમને જ પ્રાપ્ત થાય છે કે જેમણે આત્મા ભણી દૃષ્ટિ રાખીને જીવન વ્યતીત કર્યું હોય. જેને જીવનના છેલ્લા શ્વાસ સુધી એક યા બીજા પ્રકારની માયા વળગેલી હોય, તે સમાધિમરણ શી રીતે પામે? આજે તો જીવનની લાલસા એટલી ઘેરી બની છે કે છેવટની ઘડી સુધી દવાના ડોઝ અને ઈંજેકશને છૂટતા નથી, એટલે ચિત્તની સમાધિ લગભગ : અશક્ય બની છે. જીવનની લાલસા જેટલી ઘેરી તેટલે મૃત્યુને