________________
સમભાવ અંગે કેટલુંક
૨૨૧ સેનાને ટુકડો લઈને ઊભા રહ્યા હતા અને એ બંનેની તુલના કરી હતી. : “આને લેકે માટીને ટુકડા કહે છે, અને આને લેકે સેનાને ટુકડો કહે છે. પણ મમત્વબુદ્ધિએ તો મારે આ બંનેને ત્યાગ છે. અને તેમણે એ બંને વસ્તુઓ ગંગા નદીમાં ફેંકી દીધી હતી. ત્યાર પછી તેમણે પિતાના સમસ્ત જીવન દરમિયાન ધનને કદી સ્પર્શ કર્યો ન હતો. આ બાબતમાં તેઓ કેવા નિરાસત બન્યા હતા, તેને એક દાખલો જાણવા જે છે.
એક વખત બે–ત્રણ મિત્રોએ તેમની પરીક્ષા કરવાને વિચાર કર્યો અને તેઓ લાગ જોઈ તેમના સૂવાના ઓરડામાં દાખલ થયા. ત્યાં સૂવા માટે એક ચટાઈ પાથરેલી હતી અને તેના એક છેડે ઓશીકું ગોઠવેલું હતું. પેલા મિત્રોએ તે ઓશીકા નીચે રૂપાની એક પાવલીને મૂકી દીધી. પછી શું બને છે? તે આજુબાજુમાં ભરાઈ રહીને જોવા લાગ્યા.
થડી વારે શ્રી રામકૃષ્ણ પરમહંસ એ ઓરડામાં દાખલ થયા અને સાદડી પર બેઠા. તેમની સાથે એક શિષ્ય પણ હતાડીવારે તેમણે એ શિષ્યને જણાવ્યું કે “અહીં કેઈ અપવિત્ર પદાર્થ પડે છે. મને દુર્ગધ આવે છે.” એટલે શિષ્ય ચારે બાજુ નિરીક્ષણ કર્યું, પણ કઈ દુર્ગધવાળે પદાર્થ નજરે પડે નહિ. ત્યારે શ્રી રામકૃષ્ણ પરમહંસે ઊંડે શ્વાસ લીધો અને જણાવ્યું કે અહીં એક અપવિત્ર વસ્તુ જરૂર પડી છે અને તે મારી નજીકમાં લાગે છે.” + ચાર આનાને ઘણે નાને સિકકો, જે એ વખતે ચલણમાં હતો.