________________
૨૨૦
સામાયિક-વિજ્ઞાન शत्रौ मित्रे सुखदुःखे, हषीकार्थे शुभाशुभे । सर्वत्रापि यदेकत्वं, तत्त्वं तद्भेद्यतां परम् ॥ ९६ ॥
સન્માનમાં અને અપમાનમાં, નિંદામાં અને સ્તુતિમાં, માટીના ઢેફાંમાં અને સેનામાં, જીવનમાં અને મરણમાં, લાભમાં અને નુકશાનમાં, રંક અવસ્થામાં કે રાજાની અવસ્થામાં, શત્રુમાં અને મિત્રમાં, સુખમાં અને દુઃખમાં, ઈન્દ્રિયને અનુકૂલ અને પ્રતિકૂલ વિષયમાં, એમ દરેક ઠેકાણે ચિત્તની સમાનતા રાખવી, તે સમભાવ છે અને તે જ તત્વ છે. તેથી ઊલટું તે અતવ છે.”
થોડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. આપણું જીવનમાં સન્માન અને સ્તુતિના પ્રસંગે આવે છે, તેમ અપમાન અને નિંદાના પ્રસંગે પણ આવે છે. તેમાં સન્માન અને સ્તુતિના પ્રસંગે ફૂલાવું નહિ તથા અપમાન અને નિંદાના પ્રસંગે અકળાવું નહિ, એ સમભાવનું રહસ્ય છે. આ બાબતમાં આપણે કયાં ઊભા છીએ ? તે જોવાનું છે.
માટીના ઢેફાને નકામું ગણું ફેંકી દેવું અને સેનાના ટુકડાને મહત્વ આપી તેના તરફ આકર્ષાવું, એ સમભાવની - સરહદ ઓળંગવા જેવું છે. જેમણે આત્મા અથવા બ્રહ્મને સત્ય માન્ય છે અને જગત કે સંસારને મિથા ગણેલ છે, તેની દષ્ટિમાં તે આ બંને પુદ્ગલની રચના હેઈસમાન જ છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે સંન્યાસ ગ્રહણ કર્યો, ત્યારે તેઓ ગંગાના કિનારે એક હાથમાં માટીને ટુકડે અને બીજા હાથમાં