________________
સમભાવ અંગે કેટલુંક
૨૨૩ ભય વધારે એટલે આજે તે મોટા ભાગે ભયભીત દશામાં દેહને છોડવાનો વખત આવે છે. સામાયિકના સાધક તરીકે આપણે આ સ્થિતિમાં અવશ્ય પરિવર્તન કરવું જોઈએ
જેના અંતરને સમભાવની સ્પર્શના થઈ હોય, તે લાભ મળતાં છકી જતા નથી અને નુકશાન થતાં હિંમત હારતા નથી. તે જ રીતે સ્થિતિનું પરિવર્તન થતાં એટલે કે શ્રીમતમાંથી રંક બની જતાં દુઃખની બૂમરાણ મચાવતા નથી અને રંકમાંથી શ્રીમંત થતાં આંખો એડે લઈ જતા નથી. તાત્પર્ય કે બંને વિપરીત રિથતિમાં તેઓ મનનું સમતેલપણું બરાબર જાળવી રાખે છે. આપણું હૃદયને સમભાવની સ્પના થઈ છે કે નહિ, તેની આ કસોટી છે.
જેની દ્રષ્ટિમાં સમભાવ વચ્ચે છે, તે મિત્ર પ્રત્યે એક પ્રકારનું વર્તન અને શત્રુ પ્રત્યે બીજા પ્રકારનું વર્તન કરતે નથી, એટલે કે બંનેને સરખો આદર આપે છે અને તેમના પ્રત્યે સમાન વર્તાવ કરે છે. અધ્યાત્મશાસ્ત્રની તે એવી નિશ્ચિત માન્યતા છે કે શત્રુ પ્રત્યે પણ સદ્દભાવભર્યું વર્તન દાખવવાથી આખરે તેના હૃદયનું પરિવર્તન થાય છે અને તે મિત્ર બને છે. જ્યાં જગતના સર્વ જીવોને મિત્ર માન્યા હોય, ત્યાં કેઈને શત્રુ માને જ શા માટે ?
વિવિધ પ્રકારનાં સુખોની પ્રાપ્તિ થઈ હોય, છતાં અભિમાન કરવું નહિ તથા અનેક પ્રકારનાં દુઃખ પડવા છતાં દીનતા ધારણ કરવી નહિ, એ સમભાવની સ્થિતિ છે. વાસ્તવમાં આ સંસાર સુખ અને દુઃખથી ભરેલું છે. તેમાં સુખ