________________
સમભાવ અંગે કેટલુંક
૨૧૫ મણે થઈ પડ્યો. છેવટે રાજાએ તેને હદપાર કર્યો અને તે ફરતા ફરતા એક અટવીમાં જઈ ચડ્યો. ત્યાં ચોરોએ પકડીને પોતાના રાજા સમક્ષ રજૂ કર્યો. એ રાજા મનુષ્યને પરીક્ષક હતો, એટલે તેણે પિતાના કામને જાણી તેને રાખી લીધે. અનુક્રમે આ દુર્ધર ચોરોને રાજા બન્યા અને તેને પ્રહાર કદી ખાલી ન જતો, એટલે દઢપ્રહારીના નામથી ઓળખાવ,
લાગે.
એક વાર દઢપ્રડારીએ પુષ્કળ માલમત્તા મેળવવાના ઈરાદાથી કુશસ્થલ નગર પર ધાડ પાડી. આ નગર સૈનિકેથી સદા રક્ષાયેલું રહેતું, એટલે તેને ભાંગવાનું કામ સહેલું ન હતું, પણ દઢપ્રહારી સાથે ચરે ઘણા હતા, એટલે તેમણે જોતજોતામાં બધા સૈનિકને હટાવી દીધા અને આખા નગરમાં બેફામ લૂંટ ચલાવી.
તે વખતે એક ચેર એક બ્રાહ્મણના ઘરમાં પેઠો. આમ તે તે બ્રાહ્મણ દરિદ્રી હતું, પણ છોકરાઓએ હઠ લેવાથી તેણે યજમાનના ઘરેથી યાચીને દૂધ, સાકર, ચેખા, બદામ વગેરે મેળવ્યાં હતાં અને તેની ક્ષીર બનાવી હતી. તેને આપવા માટે છોકરાઓ કાગડોળે ટાંપી રહ્યાં હતાં. એવામાં ચરે, અન્ય કઈ સારી વસ્તુ હાથમાં ન આવતાં, ક્ષીરનું પાત્ર ઉપાડી લીધું અને છેકરાંઓ ટળવળતાં ઊભા રહ્યાં.
આ દશ્ય જોઈ બ્રાહ્મણને બહુ લાગી આવ્યું, એટલે તેણે ક્ષીરનું પાત્ર પાછું મેળવવા માટે ભગળ ઉપાડી