________________
સમભાવ અંગે કેટલું ક
૨૧૩
શિષ્યોએ કહ્યું : · અમારે માટે ક્ષીર લાવજો,' એટલે શ્રી ગૌતમસ્વામી એક પાત્રમાં ક્ષીર લાવ્યા અને સહુને એક પંક્તિમાં બેસી જવાનું જણાવ્યું. તાપસ-શિષ્યા વિચારમાં પડયા કે · આટલી ક્ષીરથી બધાને પારણું શી રીતે થશે ?’ પરંતુ શ્રી ગૌતમસ્વામી અક્ષીણમહાનસીલબ્ધિના ધારક હતા, એટલે તેમણે એટલી ક્ષીરથી બધાને પારણું કરાવ્યુ અને પછી પોતે આહાર કરવા બેઠા.
હવે જ્યારે તાપસા ભાજન કરવા બેઠા ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે આપણે ખરેખર ધન્ય છીએ કે આપણને આવા મહામુનિના સમાગમ થયે અને વીર પરમાત્મા જેવા ધર્મગુરુ મળ્યા. આ વિચારે ભાવશુદ્ધિ થતાં થતાં સેવાલભક્ષી પાંચસે તાપસાને ત્યાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાંથી આગળ વધી પ્રભુ સમીપે આવતાં તેમના પ્રાતિહાય વગેરે જોઈ ને દત્ત વગેરે પાંચસે તાપસાને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું અને બાકીના કૌડિન્ય આદિ પાંચસે તાપસાને પ્રભુનાં દર્શન થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ વીર પ્રભુને પ્રદક્ષિણા કરી કેવલી ભગવંતેાની પરિષદ તરફ ચાલ્યા, ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું : પ્રથમ વીર પ્રભુને વંદન કરી.’ પ્રભુએ કહ્યું : · ગૌતમ ! કેવલીની આશાનના કરો નહિ.” એટલે ગૌતમસ્વામીએ તરત જ મિથ્યા દુષ્કૃત્ય આપી તેમને ખમાવ્યા. તાત્પર્ય કે આ રીતે શ્રી ગૌતમસ્વામીના સમાગમમાં આવેલા પંદરસા તાપસે કેવલજ્ઞાન પામ્યા, તેમાં તેમની ચિત્તશુદ્ધિ અર્થાત્ રાગદ્વેષરહિત અવસ્થા જ કારણભૂત હતી.
6
6