________________
૨૧૪
સામાયિક-વિજ્ઞાન શ્રી ભરત ચક્રવતી વસ્ત્રાલંકારથી સજજ થઈને અરીસા ભુવનમાં ઊભા હતા અને પિતાના શરીરની શોભા જોઈ રહ્યા હતા. એવામાં એક આંગળી પરથી મુદ્રિકા-વાંટી સરી પડી અને તે આંગળી વરવી લાગી. ભરતેશ્વર ચેકડ્યાઃ “શું મારા શરીરની શોભા આ અંલકારેને લીધે જ છે!” અને તેમણે એક પછી એક બધા અલંકારે ઉતારી નાખીને જોયું તે શરીર શોભાવિહીન લાગ્યું. એ જ વખતે આ શેભા અનિત્ય છે, શરીર પણ અનિત્ય છે અને સઘળા સંબધે પણ અનિત્ય છે. એવી ભાવના તેમના અંતરમાં પ્રકટ થઈ અને તે આગળ વધતાં ચિત્તમાં રહે રાગ અને શ્રેષરૂપી મલ ઓછા થવા લાગે. છેવટે તે મને સંપૂર્ણ નાશ થતાં તેમને ત્યાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તાત્પર્ય કે બાહ્ય અનુષ્ઠાન વિના તેમને પણ માત્ર ચિત્તશુદ્ધિથી જ કેવલજ્ઞાન થયું હતું.
दृढप्रहारिवीरेण, चिलातीपुत्रयोगिना । चित्तं चन्द्रोज्ज्वलं कार्य, किंमतो योग उत्तमः?॥२६॥
દઢપ્રહારી જેવા વીર પુરુષ અને ચિલાતીપુત્ર જેવા યેગીએ પિતાના ચિત્તને ચંદ્રના જેવું ઉજજ્વલ-નિર્મલ કરવું જોઈએ. તેનાથી ઉત્તમ વેગ કહે છે?
મહાત્મા ચિલાતીપુત્રની કથા પૂર્વે આવી ગઈ છે. શ્રી દઢપ્રહારીની કથા આ પ્રમાણે જાણવી :
શ્રીદઢપ્રહારની કથા દુર્ધર નામને બ્રાહ્મણને એક પુત્ર નાનપણથી ચોરી, જુગાર વગેરેના છંદે ચડી ગયો અને બધા લોકોને અળખ