________________
૨૧૬
સામાયિક-વિજ્ઞાન ચોરને સામને કર્યો. આમ બંને વચ્ચે ધમાચકડી મચી, ત્યાં દઢપ્રહારી ત્યાં આવી પહોંચ્યા અને તેણે પિતાના માણસ પર હુમલો થતે જોઈને તરવાર ખેંચી. એના એક જ ઘાએ બ્રાહ્મણનું માથું ધડથી જુદું થઈ ગયું.
આ બનાવથી બ્રાહ્મણની સ્ત્રી કંપી ઊઠી અને છેકરાઓ ધ્રુજવા લાગ્યા. પરંતુ આંગણામાં બાંધેલી ગાયથી આ સહન થયું નહિ. તે પિતાના પાલનહારને શિરચ્છેદ થયેલે જોઈ ઉફરાટે આવી અને બંધન તેડીને દઢપ્રહારીની સામે થઈ.
દઢપ્રહારીના દિલમાં દયા ન હતી, વળી તે અઠંગ સાહસિક હતું, એટલે તેણે કંઈ પણ વધુ વિચાર કર્યા વિના ગાય પર તવાર ઝીંકી અને તેનું મસ્તક પણ ધડથી જુદું કરી નાખ્યું.
આ રીતે પિતાના ખારા પતિ અને ગરીબડી ગાયની હત્યા થતાં બ્રાહ્મણ પત્નીને મિજાજ અત્યંત ઉશ્કેરાઈ ગયે. અને તે ગાળે દેતી દઢપ્રહારીને મારવા દોડી, પણ વિકરાળ વાઘ આગળ હરિણીનું શું ગજું ? દઢપ્રહારીએ તેના પેટમાં તરવાર હલાવી દીધી અને તે ઢગલે થઈને નીચે પડી. આ બ્રાહ્મણ ગર્ભવતી હતી, એટલે તેનું પેટ ચીરાતાં અંદરને ગર્ભ પણ ચીરાઈ ગયે. આ રીતે દઢપ્રહારીએ કોધ, સહસિકતા અને નિર્દયતાને વશ થઈ બ્રહ્મહત્યા, ગૌહત્યા, સ્ત્રી હત્યા અને બાલહત્યા એ ચાર મહાન હત્યા કરી. પરંતુ છેલ્લી હત્યાએ તેના હૈયાને હચમચાવી નાખ્યું. તે વિચાર કરવા લાગ્યઃ “અહે મેં આ શું કર્યું? એક સાથે ચાર