________________
સામાયિક–વિજ્ઞાન
આ ચાર અભ્યાસને આપણે ‘ મન જીતવાની કલા' કહી શકીએ. પ્રત્યેક પાક આની અજમાયશ કરે, એવી અમારી અભ્યર્થના છે.
૨૦૨
પ્રશ્નોત્તરી
પ્રશ્ન-મનનું કાર્ય શું?
ઉત્તર-મનન-વ્યાપાર. સ્મરણ, ચિંતન આદિ મનનવ્યાપાર છે. લાગણી કે ભાવાને પણ તેમાં જ સમાવેશ સમજવે. પ્રશ્ન-મનન-વ્યાપાર કોણ કરે છે ?
ઉત્તર-મનન-વ્યાપાર આત્મા કરે છે. જો આત્મા ન હાય તા મનન-વ્યાપાર થઈ શકે નહિ, મડદું મનન-વ્યાપાર કરી શકતું નથી, કારણ કે તેનામાં આત્મા નથી. તે જ રીતે તમામ જડ પદાથૅ આત્મારહિત હાવાથી કોઈ પણ પ્રકારના મનન-વ્યાપાર કરી શકતા નથી.
પ્રશ્ન-મનન-વ્યાપાર આત્મા કરે છે કે મન કરે છે? ઉત્તર-મનન-વ્યાપાર આત્મા કરે છે, પણ તે મન વડે કરે છે, એટલે ઘણી વખત એવા ખ્યાલ આવે છે કે મન વિચાર કરી રહ્યું છે; પરંતુ મન એ કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી કે તે પેાતાની મેળે વિચારો કરી શકે. આત્માને જ્યારે વિચારો કરવા હાય, ત્યારે તે મન વડે કરે છે; તેથી તા. આત્માને રાજા અને મનને દિવાનની ઉપમા અપાય છે.
પ્રશ્ન-આત્મા કેવી રીતે મનન-વ્યાપાર કરે છે? ઉત્તર-આત્મા મન:પર્યાસિકના ઉદયથી મનાવ –