________________
૨૦૦
સામાયિક-વિજ્ઞાન ત્યાર પછી એ વિચારને હટાવી દે અને બીજો વિચાર મનમાં લાવે. થોડી સેકન્ડ એ વિચારને જુએ. પછી એને પણ હઠાવી દે. પછી ત્રીજે વિચાર, એથે વિચાર, પાંચમે વિચાર પણ એ રીતે મનમાં લાવી તેના પર ડી સેકન્ડ ધ્યાન આપો અને પછી તેને હટાવી દે. આ રીતે એક પછી એક વિચાર પેદા કરતા જાઓ અને થોડી સેકન્ડ પછી તેને હઠાવતા જાઓ.
પંદર-વીસ મિનિટ આ ક્રિયાને અભ્યાસ કરવાથી વિચારને નિયંત્રિત કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. સ્વેચ્છાથી વિચારેને કઈ પણ કાર્યમાં જોડી શકાય છે. જેને ચિંતા કરવાની ટેવ છે, તેમને આ અભ્યાસથી લાભ થશે. તમે સ્વયં વિચારના સ્રષ્ટા અને દષ્ટ બની જશે. કેટલાક દિવસ પછી ઈચ્છાની વિરુદ્ધ વિચાર આવવાનું છૂટી જશે. મનના ઈશારે તમે નહિ નાચે, પણ મને તમારા ઈશારે નાચવા લાગશે. તમે મનના સ્વામી થઈ તમારી મને શક્તિને ઈષ્ટ દિશા અને કાર્યમાં પ્રયોગ કરી શકશે.
ત્રીજે અભ્યાસ-વિચારવિસર્જન
પદ્માસને અથવા સિદ્ધાસને બેસો. ભૂમિસ્પર્શ, ચિન્મય અથવા કઈ પણ મુદ્રામાં હાથ રાખે. આ બંધ કરે અને મેરુદંડ સીધે રાખે.
પ્રથમ તમારું ધ્યાન મન તરફ લઈ જાઓ. મનમાં વિચાર આવી રહ્યો છે, તે જુઓ. જે જે વિચાર મનમાં આવતે જાય તેને હઠાવતા જાઓ. કેઈ વિચારને ટકવાની