________________
૨૦૬
સામાયિક-વિજ્ઞાન ઉત્તર-આત્માનું.
પ્રશ્ન-તે પછી મનને જ જગાડો અને મનને જ ઉપદેશ આપે વગેરે વચને કહેવાનો અર્થ શો ?
ઉત્તર-એ ઔપચારિક છે, પરંતુ આપણે તેના પરથી ગ્ય સાર ગ્રહણ કરી લેવું જોઈએ.
પ્રશ્ન-શું મન કેઈ પણ સંગેમાં બહાર જતું નહિ હોય ?
ઉત્તર-ના. તે શરીરની મર્યાદામાં રહીને પિતાને કરવાનું બધું કામ કરી શકે છે. છતાં એમ માની લઈએ કે દ્રવ્યમન એટલે કે મનના પરમાણુ બહાર જાય છે, તે પરમાણુ જડ છે. તેમાં વિચારની શક્તિ તે આત્માના સંપર્કથી જ આવી શકે છે, એટલે એ રીતે બહાર ગયેલું મન વિચારાદિ પ્રવૃત્તિ કરવાને શક્તિમાન થતું નથી.
પ્રશ્ન પરિસ્થિતિ આવી છે તે વિશ્વમાનસ ( Universal Mind) એટલે આખા વિશ્વમાં મન વ્યાપી રહેલું છે અને તેથી તેના એક ભાગમાં થયેલી ઘટનાને બીજા ભાગમાં ખ્યાલ આવી જાય છે, એવું પ્રતિપાદન શા આધારે કરાય છે?
ઉત્તર-એ તે તેઓ જાણે. પરંતુ હાલમાં મન સંબંધી અભ્યાસ વધે છે, પ્રવેગેનું પ્રમાણ પણ વધ્યું છે, અને તેના આધારે જાતજાતનાં વિધાને થઈ રહ્યાં છે. તેમાંથી કેઈને પણ સત્ય તરીકે સ્વીકાર કરતાં પહેલાં તેનું ઘણું પરીક્ષણ કરવું જોઈએ.