________________
૧૯૮
સામાયિક-વિજ્ઞાન
આવી ગયું ને ! વળી મોટા મોટા રાજ કરતાં પણ મનને જીતવું મુશ્કેલ છે.’
તે જ વખતે રાજાએ પાતાના મનને પૂરેપૂરું થતી લેવાના નિય કર્યાં. મહાપુરુષે તેને ધન્યવાદ આપ્યા અને જણાવ્યું કે ' જે મનને જીતે છે, તે સ જીત છે. મનને જીત્યા પછી કઈ જીતવાનું બાકી રહેતુ નથી.’
હવે મનને જીતવા માટેના કેટલાક અભ્યાસ અહી રજૂ કરીશુ.
પ્રથમ અભ્યાસ-વિચારદશન
એક સ્વચ્છ-સુઘડ એરડામાં ઊનનુ આસન બિછાવીને તેના પર સિદ્ધાસન કે પદ્માસનમાં બેસી જાએ. હાથને ધ્યાન માટે નિશ્ચિત મુદ્રામાં રાખા. આંખ બંધ કરી લેા. મેસ્ટડને સીધા રાખો. હવે મનમાં આવનારા વિચારો પર ધ્યાન આપે. જે વિચાર મનમાં આવે તેને આવવા દે. આવતા વિચારાને રોકવા, હઠાવવા કે દબાવવાના જરાપણ પ્રયત્ન ન કરો. જે વિચારો આવે તેને આવવા દે અને તમે એ વિચારીને ચૂપચાપ દેખતા રહે. તમારું સમગ્ર ધ્યાન એ વિચારો પર કેન્દ્રિત કરો. તમે એવી કલ્પના કરે કે તમે એક દક બનીને એ વિચારોને જોઈ રહ્યા છે. દૃષ્ટા બનીને એ વિચારાનુ આવવું–જવું દેખતા જાઓ અને તેનું અધ્યયન કરતા જાએ. મન કેવી રીતે એક વિચારથી બીજા વિચાર પર, એક ઘટનાથી બીજી ઘટના પર વિચરણ કરે છે, વ્યતીત થયેલી ઘટનાઓનુ કેવી રીતે પુનરાવત ન કરે