________________
મન જીતવાની કલા
૧૯૭
કહીને કેમ ખેલાવતી નથી ? હવેથી તું પણ મને સ`જીત કહીને ઓલાવજે.’ પરંતુ માતાએ કઈ જવાબ આપ્યા નહિ, એટલે રાજાએ પૂછ્યું : ‘તું કેમ કંઈ જવાખ આપતી નથી ?' ત્યારે માતાએ કહ્યું : જો તારે એનું કારણ જાણવુ હેય તે! અહીંથી પચાશ ગાઉ દૂર, નદીના કિનારે, એક વડના વૃક્ષ નીચે, એક મહાત્મા બેસે છે. તેની પાસે જા. તે એનુ કારણ જણાવશે.’
6
માતાના આ ઉત્તરથી રાજાને આશ્ચય તે થયું, પણ માતાની સૂચનાને માન આપી તે પાતાના ઘેાડા વિશ્વાસુ માણસા સાથે પેલા મહાત્મા પાસે ગયા અને તેમને વંદન કરીને સામે બેઠો. મહાત્માએ તેને કુશલ-સમાચાર પૂછ્યા અને આગમનનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યું : · ગુરુદેવ ! મેં છ ખંડ ધરતી જીતી લીધી છે અને સહુ મને સ જીત કહે છે, પણ મારી માતા મને સજીત કહેતી નથી, તેનુ કારણ શું? તેના કહેવાથી એ કારણ જાણવા હું આપની પાસે આવ્યો છું.’
ૐ
મહાત્મા બધી પરિસ્થિતિ સમજી ગયા. તેમણે કહ્યુ : રાજન્ ! તેં છ ખડ ધરતી જીતી લીધી છે, પણ હજી એક વસ્તુ જીતી નથી, એટલે તને સજીત શી રીતે કહેવાય ?’ રાજાએ કહ્યું : ‘એવું કોણ છે કે જેને મેં જીત્યું ન હેાય ? મેં છ ખંડ ધરતીના નાના—મોટા બધા જ રાજાઆને જીત્યા છે.' મહાત્માએ કહ્યું : ‘એ વાત સાચી, પણ તેં હજી તારા મનને જીત્યું નથી. સર્વાંમાં તે મન પણ