________________
મન જીતવાની કલા ન હોય તે તે ગુણ છે જ નહિ; અર્થાત્ તે ગુણે ચાલ્યા જવાના કે નકામા છે.”
तदवश्य मनःशुद्धिः कर्तव्या सिद्धिमिच्छता । તપશ્રત માથે, નિઃ જાનૈ |
માટે મોક્ષની ઈચ્છા રાખનારાઓએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. તે સિવાય તપ કરવાથી, શાસ્ત્રનું અધ્યયન કરવાથી, વ્રત ધારણ કરવાથી કે બીજા કાયને દંડનારા ઉપાયે અજમાવવાથી શું ?”
કબીર સાહેબ કહે છે : मन ही को परबोधिये, मन ही को उपदेश । जो यह मन बस आवइ, शिष्य होय सब देश ॥
બીજાને જાગૃત કરવા કરતાં તમારા મનને જ જાગૃત કરે અને બીજાને ઉપદેશ દેવા કરતાં તમારા મનને જ ઉપદેશ આપે. જે આ મન વશમાં–કાબૂમાં આવશે તે આખો દેશ તમારે શિષ્ય થઈ જશે. અર્થાત્ તમે સહુના સ્વામી બનશે. પછી તમારે કઈ પણ જાતની પરાધીનતા રહેશે નહિ.
भूप दुःखी अवधूत दुःखी, दुःखी रंक विपरीत । कहै कबीर ये सब दुःखी, सुखी संत मनजीत ॥
કબીર પિતાના અનુભવથી કહે છે કે રાજાએ દુઃખી છે, અવધૂત-બાવા–સંન્યાસી–સાધુઓ પણ દુઃખી છે, રંકે.