________________
મન જીતવાની કલા
૧૯૩ જાય છે, તેથી મન સાધ્યું, તેણે સઘળું સાયું” એ ઉક્તિ પ્રચલિત થયેલી છે. મહાપુરુષોએ તેને સંમતિની મહોર મારી છે, પરંતુ આજકાલ સૂંઠના ગાંગડે ગાંધી થનારની ખોટ નથી, એટલે કે મનને જીતવામાં થોડી પ્રગતિ થઈ કે તેઓ મનને પૂરું જીત્યાને દાવો કરે છે, પરંતુ સુજ્ઞજનેએ એવા દાવાને તરત સ્વીકાર કરવો ન જોઈએ.
જેમ તેલ જેવાય છે અને તેલની ધાર પણ જોવાય છે, તેમ મન જીતવાને દા કરનારના વિચાર, વાણી અને વર્તન જેવાં જોઈએ–તપાસવાં જોઈએ અને તેમાં તથ્ય લાગે તે જ તેને સ્વીકાર કરે જોઈએ. મનને જીતવાની વાત મામુલી નથી કે રસ્તે ચાલતી ગમે તે વ્યક્તિ તેમાં સફલતા મેળવી શકે. એ વાત ઘણી મોટી છે, તેથી ધીર, વીર, અને ગંભીર વ્યક્તિઓ જ તેમાં સફલ થઈ શકે છે.
મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ માહ આણે, તે સાચું કરી જાણું–હા કુંથુજિન ! ૯
આગમનું અધ્યયન કરતાં એટલી વાત હું સમજી શક્યો છું કે જેઓ જિન બને છે, તેમણે અતિ પ્રયત્ન જીતી શકાય એવા મનને પૂરેપૂરું જીતી લીધું હોય છે, એટલે હે કુંથુનાથ ભગવાન ! તમે તમારા મનને પૂરેપૂરું જીતી લીધું હશે એ મને વિશ્વાસ છે, પરંતુ આનંદના અક્ષયધામ સમા હે પ્રભુ ! મને આ વાતની પૂરી પ્રતીતિ તે ત્યારે
સા. ૧૩