________________
સામાયિક-વિજ્ઞાન
મનની દુજે યતાને અનુલક્ષીને આ શબ્દો કહેવામાં આવ્યા છે, પણ આજ સુધીમાં અસંખ્ય આત્માઓએ મનની સાથે માથ ભીડી છે, મનને હરાવ્યું છે અને આત્માને પૂર્ણ વિકાસ કરી સિદ્ધિ સ'પાદન કરી છે. જો મનુષ્યમાં મનના સામના કરવાની તાકાત જ ન હાત તે! આજે સિદ્ધિસ્થાન ખાલી પડયું હોત, અર્થાત્ ત્યાં એક પણ સિદ્ધાત્માની ઉપસ્થિતિ જ ન હેાત; પણ આજે સિદ્ધિસ્થાનમાં અનંત સિદ્ધ ભગવ'તા વિરાજી રહ્યા છે, એટલે એ વાત નિશ્ચિત છે કે દૃઢ સંકલ્પથી મનને જીતી શકાય છે, તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાય છે અને એ રીતે અભીષ્ટની સિદ્ધિ કરી શકાય છે.
૧૯૨
મન સાધ્યુ. તેણે સઘલુ' સાધ્યું, એહ વાત નહી. ખોટી; એમ કહે સાધ્યું તે નહિ માનું, એક હિ વાત છે મેટી-હા કૅથજિન ! ૮
* મન સાધ્યું, તેણે સઘળુ' સાધ્યું ’ એમ જે કહેવાય છે, તે વાત ખોટી નથી. પરતુ કોઈ એમ કહે ‘ મે' મારું મન સાધી લીધું છે.’ તેા એ વાત એકદમ માનવા જેવી નથી, કારણ કે આ વસ્તુ ઘણી મોટી છે.’
જો મનને સાધવામાં આવે–જીતવામાં આવે, તે પૂજાપાઠ, વ્રત, નિયમ, તપ, જપ, જ્ઞાન, ધ્યાન, આદિ બધાં સાધના સલ થાય છે અને મનને સાધવામાં ન આવે– જીતવામાં ન આવે તે પૂજા-પાઠાદિ સર્વ સાધના નિષ્ફલ