________________
૧૯૦
સામાયિક-વિજ્ઞાન આ મન મને અનેક વાર ઠગે છે, તેથી તેને ઠગ કહેવાનું મન થાય છે, પણ ઘણી વાર તે નિખાલસપણે જેવું હોય તેવું કહી પણ દે છે, તે તેને ઠગ કેમ કહી શકું! જે તે ઠગ ન હોય તે શાહુકાર હોવું જોઈએ, પણ તેનામાં શાહુકારનાં બધાં લક્ષણે જણાતાં નથી, કારણ કે તે ઘણી વાર ફૂડ-કપટ પણ કરે છે અને અપ્રમાણિકતાને આશ્રય લેવા પણ લલચાય છે. મને આશ્ચર્ય તે એ વાતનું થાય છે કે તે સર્વ બાબતમાં માથું મારે છે અને છતાં સહુથી અલગું–જાદુ શી રીતે રહે છે !'
તાત્પર્ય કે મન વડે સારા અને બેટા એમ બંને પ્રકારના વિચારો થયા કરે છે. વળી કેઈ નવી વાત આવી કે તે તરત તેને વિચાર કરવા લાગી જાય છે અને તેમાં આપણે શું ?” એમ માની તેનાથી તરત છૂટું પણ થઈ જાય છે. | વિવિધ લાગણીઓથી રંગાવું એ મનને “મલ” નામને દોષ ગણાય છે.
જે જે કર્યું તે કાન ન ધારે, આપમતે રહે કાલું;
સુરનર પંડિતજન સમજાવે, "સમજે ન માહરે સાલું–હે કુંથુજિન! ૬
મનને સમજાવવા માટે હું કેટલીક શિખામણ આપે છું, પણ તે મારી બધી વાત કાને ધરતું નથી. તેને જે