________________
૧૮૮
સામાયિક-વિજ્ઞાન જ્યારે અશુભ-અપવિત્ર વિચાર કરે છે, ત્યારે તે આપણા વૈરીનું કામ કરે છે, પણ તે જ મન વડે જે આપણે શુભ કે પવિત્ર વિચાર કરીએ તો તે આપણા મિત્રનું કામ પણ કરે છે. તાત્પર્ય કે મન એ સ્વભાવે વૈરી કે મિત્ર નથી, આપણે તેને જેવું બનાવીએ તેવું તે થાય છે. આ ભાવ નીચેના પ્રાચીન સુભાષિતમાં બરાબર વ્યક્ત થયેલ છેઃ
मन एव मनुष्याणां, कारण बन्धमोक्षयोः । बन्धाय विषयासक्तं, मुक्त्यै निर्विषय स्मृतम् ॥
મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ મન છે. જે મન વિષયાસક્ત હોય તે તે બંધનું કારણ બને છે અને નિર્વિષય હોય તે મોક્ષનું કારણ બને છે.”
તાત્પર્ય કે મનને માત્ર વૈરી માનીને તેને તિરસ્કાર કરવાથી આપણું કઈ કાર્ય સિદ્ધ થાય એમ નથી. જે આપણે તેને મિત્ર બનાવીએ અને તેની પાસેથી સમજપૂર્વક કામ કરી લઈએ તે તે આપણાં અનેક કાર્યો સિદ્ધ કરવામાં સહાયક થાય છે અને છેવટે મુક્તિ મેળવવામાં પણ મદદગાર નીવડે છે.
આગમ આગમધરને હાથે, નવે કિવિધ આંકું કિંહા કણે જે હઠ કરી હટકું, તે વ્યાલત પરે વાંકું–હે કુંથુંજિન! ૪ બીજાની વાત તે દૂર રહો, પણ આગમને જાણનારા