________________
મન જીતવાની કલા
૧૮૯
એવા આગમધરના હાથે પણ તે કઈ રીતે અંકુશમાં આવતું નથી. વળી જો બળજબરી કરીએ તા તે સીધું ચાલવાને બદલે સાપની પેઠે વાંકુ ચાલવા લાગે છે. ’
તાત્પર્ય કે એક મનુષ્ય ઘણો વિદ્વાન હેાય, જ્ઞાની હાય તેથી તે મનને જીતી શકે એવું નથી. જ્ઞાન સાથે ક્રિયા પણ જોઇએ, અભ્યાસ પણ જોઈ એ. જો તે મનને જીતવાને પદ્ધતિસર અભ્યાસ કરે તે! જ મનને જીતવામાં સફળ થાય છે. જો પદ્ધતિને ાડીને તેની પાસેથી ગમે તેમ કામ લેવા માંડે તે! તે જરૂર સામું થાય છે અને સીધી ગતિ ોડી વજ્રગતિને ધારણ કરે છે. તાત્પર્યં કે તેને બળજબરીથી વશ કરી શકાતું નથી.
'
એક વિદ્યાથીને ક્રિકેટ મેચ જેવાનું ઘણું મન હતું. તેણે મેચની ટિકિટ ખરીદવા પિતા પાસે પૈસા માગ્યા. પિતાએ કહ્યું: · હાલ મારી પાસે પૈસા નથી. તું ક્રિકેટ નહિ જુએ તેા શું બગડી જવાનું છે ?” પરંતુ વિદ્યાર્થીને તે કોઈ પણ રીતે ક્રિકેટ મેચ જોવી જ હતી, એટલે તેણે રાત્રે પાતાના ઘરમાં ચારી કરી અને ટિકીટ જેટલા પૈસા મેળવી બીજા દિવસે મેચ જોઈ, તાત્પર્ય કે મનને સમજાવીને કામ લઇ
શકાય છે, પણ બળાત્કારથી કામ લઇ
શકાતુ નથી.
6
તે ઠગ કહું તેા ઠગ તા ન દેખું, શાહુકાર પણ નાહી; સ માંડે ને સહુથી અલગુ, એ અચરજ મન માંહી-હાકુંથુજિન ! ૫