________________
બે પ્રકારની તૈયારી આસન ગરમ હોવું જોઈએ, જેથી જપ-સ્થાનાદિ વડે સંચિત થતી શક્તિ નીચે ચાલી ન જાય. મંત્ર-તંત્રવાદીઓએ પણ ઊનના ગરમ આસનની હિમાયત કરી છે, એટલે હાલ ઊનના ગરમ કાપડને કટાસણુ તરીકે જે ઉપયોગ થાય છે, તે યોગ્ય લાગે છે.” ઘડી કે ઘડિયાળ
સામાયિકનો સમય એક મુહૂર્ત એટલે બે ઘડી અર્થાત્ ૪૮ મિનટને છે. આ સમય બરાબર પળાય તે માટે અગાઉ ઘટિકાયંત્રની વ્યવસ્થા હતી, તે પરથી ઘડી કે ઘડિયાળ બન્યાં, તેને ઉપયોગ થવા લાગે, પરંતુ આજે ઘડિયાળને વ્યાપક પ્રચાર હોવાથી તેને ઉગ થાય છે. તેમાં કોઈ બાધ હેય, એમ અમે માનતા નથી. ધાર્મિક પુસ્તક
સામાયિકમાં સ્વાધ્યાય કરવા માટે કેટલાંક ધાર્મિક પુસ્તકે સાથે રાખી શકાય છે. ઉપરાંત અનાનુપૂવી જેવું સાધન પણ રાખી શકાય છે કે જેની ગણના વડે મનને એકાગ્ર કરી શકાય.
આસન એક સ્થાને પ્રતિબદ્ધ થવામાં–સ્થિર થવામાં ઉપયોગી છે, પણ પ્રાચીન કાળમાં કદાચ તેને વૈકલ્પિક ઉપયોગ થતું હશે, એટલે તેની ગણના ઉપકરણમાં થયેલી નથી.
* ઘણુ યોગીઓ વ્યાઘ્રચર્મ કે હરણના ચામડાનો ઉપયોગ કરે છે, તેમાં આ દૃષ્ટિ રહેલી છે.