________________
*
" ૧૭૨
સામાયિક-વિજ્ઞાન શામાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર મનાયેલા છે, તે - સંબંધી પણ અહીં થેડી વિચારણા કરી લઈએ. સ્વાધ્યાયને પ્રથમ પ્રકાર “વાચના” છે, એટલે સૂત્રપાઠ અને તેને અર્થ ગ્રહણ કરે. બીજો પ્રકાર “પૃચ્છના છે, એટલે સૂત્ર–અર્થ સંબંધી પ્રશ્નો પૂછી વિશેષ જાણકારી મેળવવી. ત્રીજો પ્રકાર પરિવર્તન” છે, એટલે શીખેલા સૂત્રપાઠની આવૃત્તિ કરવી, તેનું પુનરાવર્તન કરવું. ચોથે પ્રકાર “અનુપ્રેક્ષા” છે, એટલે સૂત્રાર્થ સંબંધી ઊંડું ચિંતન કરવું અને પાંચમે પ્રકાર “ધર્મકથા” છે, એટલે આ રીતે પ્રાપ્ત - થયેલા ધર્મજ્ઞાનનું અન્યને કથન કરવું. સ્વાધ્યાયના આ પાંચ પ્રકારે મુખ્યત્વે શ્રમણ સંસ્થાને અનુલક્ષીને જાયેલા છે અને તેને અનુસરતા શ્રુતજ્ઞાનની પરિપાટી જળવાઈ રહે છે તથા તે જનતાના હૃદય સુધી પહોંચે છે.
સ્વાધ્યાયના આ પાંચ પ્રકારે પિકી સામાયિકમાં ત્રીજો અને એ પ્રકાર એટલે શાસપાઠની આવૃત્તિ અને તેના અર્થ સંબંધી ઊંડું ચિંતન એ બે અપનાવવા જેવા છે. પૂર્વે અમે પ્રાચીન જૈન પદ્ધતિનું જે વર્ણન કરેલું છે, તેમાં બીજી સૂત્રગતકિયા અને ત્રીજી અર્થગતકિયામાં લગભગ આ જ વસ્તુ સૂચવાયેલી છે. કયેત્સર્ગ–અવસ્થાને સ્વીકાર કરીને પણ આ બંને વસ્તુ થઈ શકે છે. વાચના, પૃચ્છના અને ધર્મકથા સામાયિકની સાધન વખતે અનુકૂલ નથી, કારણ કે તે વખતે ચિત્તને શાંત અને સ્થિર કરવાનો પ્રયત્ન હોય છે, તેમાં તે બાધક છે.