________________
[ ૧૧ ]
મન જીતવાની કલા
સામાયિકને અ જણાવ્યો, તેના મહિમા પર પ્રકાશ પાડયા અને સામાયિક એ સારભૂત સુ ંદર ક્રિયા છે, અનેરુ આધ્યાત્મિક અનુષ્ઠાન છે તથા સર્વશ્રેષ્ઠ રાજ્યાગ છે, એ વસ્તુ વ્યવસ્થિત રજૂઆત કરી ગયા. તે પરથી પાઠક મિત્રોને સામાયિકના સ્વરૂપને સ્પષ્ટ ખ્યાલ આવી ગયેા હશે.
སྐ་ ་
હવે રાજ્યેાગમાં તે મુખ્યત્વે મન સાથે કામ લેવાનું છે, એટલે પ્રથમ તે સંબધી કેટલીક વિચારણા કરીશુ અને તે પછી ક્રમે ક્રમે આગળ વધીશુ.
વિચારો, લાગણીઓ કે ભાવેાને અનુભવવાનું મુખ્ય સાધન મન છે. જો મન ન હેાય તે આપણે સારા કે ખેાટા વિચારો કરી શકીએ નહિ, શુભ કે અશુભ લાગણીઓનુ સંવેદન કરી શકીએ નહિ, તેમજ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાભ, કામ કે સામ્ય આદિ ભાવાના અનુભવ કરી શકીએ નહિ. વળી એ પણ હકીકત છે કે આપણે
એક