________________
૧૮૧
સામાયિકને સાધનાકમ
પ્રશ્ન-પ્રાણાયામ બાબત શી હકીકત છે?
ઉત્તર-જૈન દષ્ટિએ પ્રાણાયામ એ હઠગને એક ભાગ છે, તેથી સામાયિકની સાધનામાં તેને સ્વીકાર કરવામાં આવ્યું નથી. સામાયિકની સાધના તે રાગની જ સાધના છે.
પ્રશ્ન-અન્ય રાજ્યોગવાળાઓએ પ્રાણાયામને ચિત્તશુદ્ધિમાં ઉપયોગી ગણું તેને સ્વીકાર કર્યો છે, તેનું કેમ ?
ઉત્તર–અન્ય રાજયોગવાળાઓએ પ્રાણાયામને ચિત્તશુદ્ધિ માટે ભલે ઉપયોગી માન્ય હોય, પણ તે ચિત્તશુદ્ધિનું સીધું કારણ નથી. વળી તેમાં એક પ્રકારના કલેશને અનુભવ થાય છે અને ક્રિયામાં છેડે ફેર પડે તે અનેક પ્રકારના રે ઉત્પન્ન થાય છે, એટલે જૈન મહર્ષિઓએ સામાયિકની સાધના માટે તેને ઉપયોગી માનેલો નથી. ચિત્તશુદ્ધિના બીજા ઉપાયે વિદ્યમાન છે અને તે એમાં બરાબર કામે લગાડવામાં આવ્યા છે.
પ્રશ્ન-સામાયિકની સાધનામાં પ્રત્યાહારને સ્વીકાર કરાયે છે ખરે?
ઉત્તર-હા. પ્રત્યાહાર એ વાસ્તવમાં મન વશ કરવાની કલા છે અને તેને સામાયિકની સાધનામાં બરાબર સ્વીકાર કરાવે છે. ખાસ કરીને મને ગુપ્તિ અને તેના પ્રકારે તેમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે.
પ્રશ્ન–સામાયિકની સાધનામાં ધારણાને સ્થાન છે ખરું?
ઉત્તર-સામાયિકની સાધનામાં પ્રતિમાઓ ધારણ કરવાને વિષય આવે છે, તે ધારણ સિદ્ધ કરવા માટે જ છે.