________________
મન જીતવાની કલા
૧૮૫ “સાપ ખાય ને મુખ થયું,
એહ ઉખાણે ન્યાય-હો કુંથુજિન : ૨
તે ક્ષણમાં રાત્રિ તે ક્ષણમાં દિવસ, ક્ષણમાં વસતિ તે ક્ષણમાં ઉજડ અને ક્ષણમાં આકાશ તે ક્ષણમાં પાતાલ, એ રીતે ભ્રમણ કરતું રહે છે. “સાપ ખાય અને મુખડું શૈથું” એવું એક ઉખાણું છે. તે આ બાબતમાં બરાબર લાગુ પડે છે. સાપ પોતાના સ્વભાવ પ્રમાણે એક વસ્તુ મળી જાય છે, પણ તેના મુખને કંઈ સ્વાદ આવતો નથી. તેમ મન અહીં બેઠું ગમે તેવા વિચાર કરે છે, પણ તેથી મનને કંઈ લાભ થતું નથી.”
તાત્પર્ય કે મનની ચંચલતા અસાધારણ છે. કેટલાક તેને ધજાની પૂંછડી, કુંજરના કાન કે મદિરા પીધેલ મર્કટની ઉપમા આપે છે, પણ મનની ચંચલતા આગળ ધજાની પૂંછડી, કુંજરના કાન કે મદિરા પીધેલ મર્કટની ચપેલતા કઈ વિસાતમાં નથી. જ્યાં રાત્રિ અને કયાં દિવસ ! કયાં વસતિ અને ક્યાં ઉજડ! અને કયાં આકાશ અને કયાં પાતાલ! છતાં મન ક્ષણ માત્રમાં ત્યાં પહોંચી જાય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે ગમે તેટલા દૂર રહેલા વિષયેને મન પિતાના સ્થાને રહીને પકડી પાડે છે. તે માટે તેને ત્યાં જવું પડતું નથી. પાંચ ઈન્દ્રિયે અને છઠું મન જ્ઞાનપ્રાપ્તિનાં સાધને છે, તેમાં ચક્ષુરિન્દ્રિય અને મન સિવાયનાં અન્ય સાધનને વિષયને સંપર્ક થવાની