________________
સામાયિકના સાધનાક્રમ
૧૭૧ .
ત્મિક ભાવનાની પુષ્ટિ કરે એવાં પસંદગીનાં પુસ્તકે શાંત ચિત્તે વાંચી-વિચારી શકાય છે. જો વિચાર સુધરે તા વૃત્તિ સુધરે, વૃત્તિ સુધરે તે પ્રવૃત્તિ સુધરે, અને પ્રવૃત્તિ સુધરે તા પરિણામ સુધરે; એટલે ધાર્મિક આધ્યાત્મિક ભાવનાની પુષ્ટિ કરે એવાં પુસ્તકોનું વાંચન ઇષ્ટ છે. વાંચનાની સાચી રીત એ છે કે ધીમે ધીમે વાંચવું, સમજીને વાંચવું અને સમજણ ન પડે તે ખીજી-ત્રીજી વાર વાંચવું, પણ સમજવાના પૂરો પ્રયત્ન કરવા અને એ રીતે વસ્તુ સમજીને આગળ વધવું. આ રીતે એક પ્રકરણ વાંચ્યા પછી તેના પર વિચાર કરવા કે આમાં શું શું કહેવાયું ? તેની મનથી સકલના કરવી અને કાઈ કડી તૂટતી લાગે તેા ગ્રંથ ઉઘાડી એટલે ભાગ જોઈ લેવા. આ રીતે ગ્રંથ વાંચવાથી ઘણું જ્ઞાન મળે છે અને તે આત્મવિકાસ કે આત્મશુદ્ધિ કરવામાં ઉપકારક નીવડે છે.
સ્વાધ્યાય માટે કાણે કેવા ગ્રંથ પસંદ કરવા? તે એની ભૂમિકા પર આધાર રાખે છે. સાધક થાડુ ભણેલા હાય તે તેણે સ્તવન, સજાય તથા કથાગ્રંથાની પસંદગી કરવી અને તે ઠીક ઠીક ભણેલા હાય તા તાત્ત્વિક ગ્રંથાની પસંદગી કરવી. મુખ્ય વાત એ છે કે તે જે ગ્રંથ પસંદ કરે, તે તેને સમજાય એવા હોવા જોઇએ, નહિ તે ઘેાડાં પાનાં ઉથલાવી મૂકી દેવાના પ્રસંગ આવે અને ધાર્યાં સ્વાધ્યાય થાય નહિ. આ પ્રકારના સ્વાધ્યાય માટે ખાસ સાહિત્ય વિશેષ પ્રમાણમાં - તૈયાર કરવાની જરૂર છે.