________________
સામાયિકને સાધનાક્રમ
૧૭૫ જોઈએ. એ વખતે મંત્રપદ સિવાય અન્ય કઈ વસ્તુ મનમાં દાખલ થવા દેવી ન જોઈએ. અન્ય સર્વ વિષયોમાંથી મનને નિવૃત્ત કરીને મંત્રપદમાં જોડવું એને જ સાચે જપ કહેવાય છે.
જપમાં માળા કઈ કઈ જાતની વપરાય ? ? તેને ખુલાસે બે પ્રકારની તૈયારીઓવાળા પ્રકરણમાં કરે છે, છતાં અહીં એટલું સૂચન કરીએ છીએ કે તે માટે ચંદનની માળા વધારે પસંદ કરવા એગ્ય છે.
મંત્રજપની જે સંખ્યા નિયત થયેલી હોય, તે પૂરી કરવી જોઈએ, પણ તે ઉપરના વિધિએ. તેમાં ગોલમાલ કરીને એ સંખ્યા પૂરી કરીએ તે એનું ધાર્યું પરિણામ આવે નહિ.
જપ અંગે શંખાવર્ત, નંદ્યાવર્ત આદિ કેટલાક આવતેની પદ્ધતિ અમલમાં આવેલી છે, તે મનને એકાગ્ર કરવામાં કેટલેક અંશે ઉપયોગી નીવડે છે. અનુભવીઓ પાસેથી તેનું જ્ઞાન મેળવી લેવું જોઈએ.
સામાયિકની સાધના દરમિયાન અનાનુપૂવ પણ ગણી શકાય છે, કારણ કે તેથી ચિત્તને એકાગ્ર કરવામાં સહાયતા મળે છે.
સામાયિકના સ્વરૂપ સંબંધી શાસ્ત્રોમાં કેટલાક ઉલ્લેખ થયેલા છે, તે પણ આપણે સમજી લેવા જેવા છે. શ્રી હેમચંદ્રાચાર્ય એગશાસ્ત્રમાં કહ્યું છે કે