________________
૧૭૭
સામાયિકને સાધનાક્રમ
અન્યત્ર કહ્યું છે કે– समता सर्वभूतेषु, संयमः शुभभावना । आतरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ॥
‘સર્વ પ્રાણીઓ સાથે સમભાવ, સંયમ, શુભભાવના અને આર્ત તથા રૌદ્રધ્યાનને ત્યાગ, એ જ સામાયિકવ્રત છે.”
આમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ત્યાગ ઉપરાંત બીજી ત્રણ મહત્વની વસ્તુઓ કહેવામાં આવી છે. એક તો સામાયિકના સાધકે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખવે. એટલે કેઈને વૈરી-વિરોધી ન માનતાં બધાને મિત્ર ગણવા. આ સંગોમાં કેઈનું અહિત કરવાની ભાવના તે થાય જ કયાંથી ? એટલે દયાની વાત આમાં આવી ગઈ. બીજી વસ્તુ સંયમની છે. સંયમ વિના ધર્મ, અધ્યાત્મ કે એગમાં આગળ વધી શકાતું નથી. ધર્મશાસ્ત્રોએ સંયમના ૧૭ પ્રકારો માન્યા છે. પાંચ ઇન્દ્રિયને નિગ્રહ; પાંચ અવતનું વિરમણ, એટલે હિંસા, જૂ, ચોરી, મૈથુન તથા પરિગ્રહને ત્યાગ; ચાર કષાયને જય, એટલે કેાધ, માન, માયા અને લેભને પરાભવ; અને મન, વચન તથા કાયા પર પૂરે કાબુ. ત્રીજી વસ્તુ શુભ ભાવનાની છે. શુભ ભાવનાને સામાન્ય અર્થ સહુનું ભલું ઈચ્છવું તે છે. અને વિશેષ અર્થ તે શાસ્ત્રોમાં વર્ણવેલી બાર પ્રકારની તથા ચાર પ્રકારની ભાવનાએનું સેવન છે.
વિશેષમાં એમ પણ કહેવાયું છે કે – जस्स समाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥ સા. ૧૨
લાલન થતું
છ
ત
છે