________________
૧૭૮
સામાયિક-વિજ્ઞાન કેવલી ભગવંતે એમ કહ્યું છે કે, જેને આત્મા (બહિર્ભાવ છોડીને) સંયમ, નિયમ અને તપમાં આવેલ છે, તેને સામાયિક (સિદ્ધ) થાય છે.”
એટલે સામાયિકની સિદ્ધિ માટે બહિર્ભાવ છોડીને અંતરાત્મભાવ ધારણ કરે જોઈએ અને સંયમ, નિયમ તથા તપને પણ પોતાના જીવનમાં સ્થાન આપવું જોઈએ.
આ બધી વસ્તુઓ પર ગંભીરતાથી વિચાર કરીએ તે સમજાશે કે સામાયિકની સાધના અંગે આપણે ઘણું ઘણું કરવા જેવું છે, પણ તે બધું કમશઃ કરીએ તે જ તેમાં ધારી પ્રગતિ થવા સંભવ છે. જે વસ્તુ પહેલા કરવા જેવી હોય, તે પછી કરીએ અને પછી કરવા જેવી હોય, તે પહેલાં કરીએ તે અવ્યવસ્થા દોષ ઉભે થાય છે અને તે પ્રગતિના પ્રાણ હરી લે છે.
આ સાધનાક્રમનું દર્શન શ્રીમાન હરિભદ્રસૂરિએ કહેલા નીચેના શ્લેકમાં થાય છે? - अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः । - मोक्षेण योजनाद्योग, एष श्रेष्टो यथोत्तरम् ॥ . “અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમત્વ અને વૃત્તિસંક્ષય મેક્ષમાં જોડનાર હોવાથી એગ છે અને તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.”
તાત્પર્ય કે અધ્યાત્મથી ભાવના પ્રકટે છે, ભાવનાથી સ્થાન પ્રકટે છે અને ધોનથી સમત્વની સિદ્ધિ થાય છે.