________________
१७६
સામાયિક-વિજ્ઞાન. त्यतातरौद्रध्यानस्य, त्पक्तसावधकर्मणः । मुहूर्त समता या तां, विदुः सामायिकवतम् ॥
આત ધ્યાન અને રૌદ્રધ્યાનને તથા સાવદ્યકર્મોને ત્યાગ કરનારની એક મુહૂર્ત પર્યત જે સમતા, તેને સાધુપુરુષે સામાયિક વ્રત તરીકે ઓળખે છે.
તાત્પર્ય કે (૧) આર્તધ્યાન-રૌદ્રધ્યાનને ત્યાગ કરે, (૨) સાવધકને ત્યાગ કરે તથા (૩) બે ઘડી સુધી એટલે ૪૮ મિનિટ સુધી સમતા ધારણ કરવી, તે સામાયિક વ્રતનું સાચું સ્વરૂપ છે.
સામાયિકમાં શું ન કરાય ? તેમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાનને ત્યાગ જણાવેલ નથી, પણ અહીં તે સ્પષ્ટાક્ષરે જણાવે છે, એટલે તેને ત્યાગ કરવાનો છે.
સાવદ્યકર્મોનો ત્યાગ કરેમિ ભંતે-સૂત્ર ઉચ્ચારીને કરવામાં આવે છે. સામાયિકને સમય એક મુર્હત એટલે બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટને છે, એ વાત સુપ્રસિદ્ધ છે. આટલા સમય સુધી સમતા રાખવી, કઈ જાતને ઉત્પાત કર નહિ, મનને ખોટા રવાડે ચડાવવું નહિ. સંસારની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેતા મનુષ્ય પ્રારંભમાં આટલું શીખે તે પણ ઘણું છે. તેને પડઘે દૈનિક જીવનમાં તથા રામસ્ત વ્યવહારમાં પડવાને એ નિશ્ચિત છે.